વીડિયો: કબડ્ડી નેશનલ પ્લયેરની હત્યા, ધોળે દિવસે માથામાં મારી ગોળી
હરિયાણાના રોહતકમાં મંગળવારે ધોળે દિવસે રસ્તાની વચ્ચોવચ એક કબડ્ડી નેશનલ પ્લયેરની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેના બાદ 2 અજાણ લોકો વિરૃધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ આખો મામલો રીથાલ ગામનો છે.
24 વર્ષનો કબડ્ડી પ્લયેર સુખવિંદર પેકટીસ બાદ ઘરે જઈ રહ્યો હતો. એજ સમયે સ્કુટી પર 2 લોકો આવ્યા અને સુખવિંદર પર ગોળી ચલાવવાનું ચાલુ કરી દીધું. પહેલી ગોળી સુખવિંદરને છાતીમાં વાગી હતી જેનાથી તે જમીન પર પડી ગયો. હત્યારા અહી થી અટક્યા નહી, તેઓ સ્કુટીથી નીચે ઉતરા અને સુખવિંદરની નજીક જઈને તેના માથામાં ગોળી મારી દીધી.

પરિવારજનો એ કહ્યું કે સુખવિંદર રોજ કબડ્ડી પેકટીસ માટે ગામની સરકારી સ્કૂલમાં જતો હતો. મંગળવારે પણ તે પેકટીસથી જ ઘરે આવી રહ્યો હતો. પોલીસના કહેવા મુજબ હત્યાનું કારણ તો હજુ સુધી જાણવા નથી મળ્યું અને સુખવિંદરના પરિવારે પણ કોઈના પર શંકા નથી બતાવી.
હત્યારાઓ ને પકડવા માટે પોલીસે ટીમ બનાવી દીધી છે. ગામની આસપાસ હત્યારાઓ ની તપાસ ચાલુ કરી દીધી છે. ગામના લોકોને હત્યારાઓ ની સ્કુટીનો નંબર પણ પૂછવામાં આવી રહ્યો છે. આમ જોવા જઈએ તો સુખવિંદર દેશ વિદેશમાં કબડ્ડી મેચ પણ રમી ચુક્યો છે.












Click it and Unblock the Notifications
