For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Water Matters: ચેન્નઈમાં વૉટર મેટર્સ પ્રદર્શનીનું ઉદ્ઘાટન

Water Matters: ચેન્નઈમાં વૉટર મેટર્સ પ્રદર્શનીનું ઉદ્ઘાટન

|
Google Oneindia Gujarati News

વર્ષોથી ચેન્નઈ પાણીની સમસ્યા સામે લડતું આવ્યું છે. ત્યારે કેર અર્થ ટ્રસ્ટ, તમિલનાડુ સરકાર અને સ્મીથસોનિયન ઈન્સ્ટિટ્યૂટ ટ્રાવેલિંગ એક્ઝિબિશન સર્વિસ (SITES) સાથે મળીને યુએસ કોન્સ્યુલેટ જનરલ 'વૉટર મેટર્સ' નામે પાણીનું મહત્વ સમજાવતા પ્રદર્શનીનું 10મી ફેબ્રુઆરીએ ચેન્નઈના પેરિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેન્ટર ખાતે ઉદ્ઘાટન કર્યું. 11 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી લોકો માટે એક્ઝિબિશન ખુલ્લું રહેશે.

water matters

યુએસ કોન્સ્યુલેટ જનરલ રોબર્ટ બર્ગેસે જણાવ્યું હતું કે, 'અમે લોકોને ખાસ કરીને યુવાનોને જાહેર પ્રદર્શન દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપન સંબંધિત પડકારો અને ઉકેલો સમજવા માટે લોકોને આમંત્રિત કરીએ છીએ. સ્મિથસોનીયન સંસ્થા અને કેર અર્થ ટ્રસ્ટ સાથે ભાગીદારી કરીને યુએસ કોન્સ્યુલેટ આનંદ અનુભવી રહ્યું છે.'

વોટર મેટર્સે સ્મિથસોનીયન સંસ્થાના પ્રવાસન એક્ઝિબિશન H20 ટુડેને લાભ આપ્યો છે અને દક્ષિણ ભારત સાથેની પાર્ટનરશિપમાં સ્મિથસોનીયનનો ઈતિહાસ રચ્યો છે. સાયન્સ, ઈનોવેશન, ટકાઉ પાણી વ્યવસ્થાપન આ ઉપરાંત વૉટર મેટર્સમાં માહિતીનો ભંડોળ, અને ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક પ્રયોગોનો સમાવેશ થાય છે.

ચેન્નઈની જનતાને પાણી આધારિત ઈવેન્ટમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા સાયન્સ વર્કશોપ, લેક્ચર અને કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. U.S. Consulate General Chennai Facebook page (http://www.facebook.com/chennai.usconsulate) પર ઈવેન્ટ કેલેન્ડર ઉપલબ્ધ છે.

"તમિલનાડુ સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કેપી અંબલાગને કહ્યું કે, તમિલનાડુના લોકોના હિત માટે આ પ્રદર્શન યોજવા માટે સ્મિથસોનીયન સંસ્થાની સાથે જ યુએસ કોન્સ્યુલેટ જનરલનો પણ આભારી છીએ."

એકેડેમી એવોર્ડ વિજેતા એ.આર. રહેમાને કહ્યું, "સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટને ઉત્તેજના આપવા માટે આ પ્રદર્શની શરૂ કરવા બદલ હું ચેન્નાઇમાં યુ.એસ. કોન્સ્યુલેટ જનરલને અભિનંદન પાઠવું છું. પાણી આપણા જીવન માટે નિર્ણાયક છે અને આપણે આપણા સંસાધનોની સુરક્ષા કરવાની જરૂર છે. આગામી પેઢી માટે શુદ્ધ પાણી રહે તે ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. પ્રદર્શન લોકોને પાણીનો ન્યાયીપૂર્વક ઉપયોગ કરવા પ્રેરશે."

કેર અર્થ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો.જયશ્રી વેન્કટેસને જણાવ્યું હતું કે, "ચેન્નાઇમાં પૂરતો વરસાદ પડે છે, અહીં ચાર નદીઓ અને દરિયા કાંઠા છે. છતાં અહીં કાં તો પાણી અતિશય છે અથવા તો ક્યારેક ના બરાબર હોય છે. વોટર મેટર્સ, તેના જાહેર જોડાણ દ્વારા, શહેર-રહેવાસીઓની સ્થિતિસ્થાપકતા જાળવવા અને જળસંચય સુધારણા કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે."

બસ ચા સુધી સિઝન 3નું ટ્રેલર રિલીઝ, આ દિવસે આવશે પહેલો એપિસોડબસ ચા સુધી સિઝન 3નું ટ્રેલર રિલીઝ, આ દિવસે આવશે પહેલો એપિસોડ

English summary
water matters exhibition opens in chennai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X