For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં બચ્યો છે 7-10 દિવસનો ડોઝ, ઉંમરની સીમા હટે તો 2 મહિનામાં બધાને લગાવી દઈશુ વેક્સીનઃ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે દિલ્લીની હોસ્પિટલોની મુલાકાત લીધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ બેકાબુ જોવા મળી રહી છે. આવુ જ કંઈક દિલ્લીમાં પણ ચાલી રહ્યુ છે જ્યાં સતત વધતા કોરોનાના કેસે સરકાર અને ચિકિત્સા વિભાગની ચિંતા વધારી દીધી છે. લોકો કોરોના માટે બિલકુલ પણ સજાગ નથી જેનુ પરિણામ દિલ્લીમાં સાફ દેખાઈ રહ્યુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે દિલ્લીની હોસ્પિટલોની મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિને નજીકથી જાણી.

arvind kejriwal

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકનાયક જયપ્રકાશ(LNJP) હોસ્પિટલની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે કહ્યુ કે દિલ્લીમાં ઝડપથી કોરોના કેસોમાં વધારો થયો છે. આપણે વેક્સીનેશન તેજ કરવાની જરૂર છે, દિલ્લીમાં આ ચોથી લહેર આવી ગઈ છે. આ પહેલા નવેમ્બરમાં લાસ્ટ વેવ આવી હતી માટે અમે એ સ્તરની તૈયારી કરી રહ્યા છે.

વળી, આ ઉપરાંત કેજરીવાલે કહ્યુ કે અમારી પાસે પૂરતી કોરોના વેક્સીન હોય અને ઉંમરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવે તો અમે દિલ્લીમાં 2-3 મહિનામાં બધા લોકોને રસી લગાવી શકીએ છીએ. આ ઉપરાંત કેજરીવાલે જણાવ્યુ કે દિલ્લીમાં 7-10 દિવસની વેક્સીન બચી છે. જો અમને યોગ્ય માત્રામાં ડોઝ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે અને મોટા સ્તરે વેક્સીનેશન સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવે તો 2-3 મહિનામાં દિલ્લીને વેક્સીનેટ કરી શકીએ છીએ.

આ સાથે જ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધુ કે દિલ્લીમાં કોઈ લૉકડાઉન નહિ થાય. વળી, તેમણે જલ્દી નવા પ્રતિબંધ લગાવવાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે દિલ્લીમાં કોરોનાના 8,521 નવા કેસ સામે આવ્યા છે. વળી, 39 લોકોના મૃત્યુ નોંધવામાં આવ્યા છે.

યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હંટર વિશે સનસનીખેજ ખુલાસાયુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હંટર વિશે સનસનીખેજ ખુલાસા

English summary
We can vaccinate people within 2 3 months in Delhi: CM Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X