For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં કાયમી લૉકડાઉન ન કરી શકીએ, કોરોના તો પણ રહેશેઃ સીએમ કેજરીવાલ

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કોવિડ-19 સાથે જોડાયેલા કેસો પર એક વીડિયો પ્રેસ કૉન્ફરન્સ કરી.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કોવિડ-19 સાથે જોડાયેલા કેસો પર એક વીડિયો પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે લૉકડાઉન વિશે મોટુ નિવેદન આપ્યુ. સીએમ કેજરીવાલે કહ્યુ, આજે કોઈ એમ ના કહી શકે કે એક મહિનો કે બે મહિના વધુ લૉકડાઉન કરી લો તો કોરોના રિકવર થઈ જશે. કોરોના તો પણ રહેશે, જો કોરોના રહેશે તો કોરોનાનો ઈલાજ કરવાની વ્યવસ્થા પણ કરવી પડશે. તમને જણાવી દઈએ કે દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો કાલે એટલે કે 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

kejriwal

ઘણી સરકારો લૉકડાઉનના પાંચમા તબક્કાને લાગુ કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ સીએમ કેજરીવાલના નિવેદનથી એવા સંકેત મળે છે કે રાજધાનીમાં લૉકડાઉનને હવે ચાલુ રાખવામાં નહિ આવે. તેમણે કહ્યુ, આની કોઈ ગેરેન્ટી નથી કે લૉકડાઉન લંબાવવાથી કોરોના રિકવર થઈ જશે. સીએમે કહ્યુ, અમારી આખી સરકાર અત્યારે કોરોનાના દર્દીઓનો ઈલાજ કરવા પર ધ્યાન આપી રહી છે. તેમણે આગળ કહ્યુ, દિલ્લીના મુખ્યમંત્રી હોવાના નાેત મને બે વસ્તુઓ પર ચિંતા થશે. જો દિલ્લીની અંદર કોરોનાના કારણે મોતનો આંકડો વધવા લાગ્યો તો. બીજુ માની લો કે કોરોનાના 10,000 દર્દી છે અને આપણી પાસે 8,000 બેડ છે તો આ અમારા માટે ચિંતાનો વિષય છે.

કેજરીવાલે કહ્યુ, દિલ્લીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી. હું તમને ભરોસો આપવા ઈચ્છુ છુ કે આપણે કોરોનાથી ચાર ડગલા આગળ ચાલી રહ્યા છે, આપણે પરમેનેન્ટ લૉકડાઉન ન રાખી શકીએ. કોરોના રહેશે અને આપણે આનો ઈલાજ શોધવો પડશે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં17 હજારથી વધુ સંક્રમિત કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે અને અત્યાર સુધી 398 લોકોના મોત થઈ ચૂક્યા છે. 2100 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં છે અને બાકીઓને હોમ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે.

PM મોદીએ આ 6 વર્ષોમાં ઘણી ઐતિહાસિક ભૂલો સુધારીઃ અમિત શાહPM મોદીએ આ 6 વર્ષોમાં ઘણી ઐતિહાસિક ભૂલો સુધારીઃ અમિત શાહ

English summary
We cannot do permanent lockdown in Delhi, Corona will still remain said CM Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X