For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બહુમત માટે અમારી પાસે પર્યાપ્ત ધારાસભ્યો, સંજય રાઉતને મેન્ટલ હોસ્પિટલે મોકલવા પડશે!'

'બહુમત માટે અમારી પાસે પર્યાપ્ત ધારાસભ્યો, સંજય રાઉતને મેન્ટલ હોસ્પિટલે મોકલવા પડશે!'

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે આખરે મહારાષ્ટ્રમાં કોની પાસે પૂર્ણ બહુમત છે. એક તરફ જ્યાં કોંગ્રેસ-શિવસેના-એનસીપી ભાજપ પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ લગાવી રહ્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ પાસે રાજીનામાની માંગ કરી રહી છે તો બીજી તરફ ભાજપી નેતાએ મોટો દાવો કર્યો છે. ભાજપના નેતા રાવસાહેબ પાટિલ દાનવે કહ્યું કે પ્રદેશમાં કોઈપણ રીતે ઓપરેશન લોટસ નથી ચાલી રહ્યું, અમારી પાસે બહુમત માટે પર્યાપ્ત સંખ્યા છે અને અમે કોઈનેપણ ધમકી નથી આપી રહ્યા.

maharashtra

રાવસાહેબે શિવસેનાના નેતા સંજય રાઉત પર તીખો પ્રહાર કરતા કહ્યું કે તેમણે જે કંઈપણ આરોપ લગાવ્યા તે ખોટા છે, કેટલાક દિવસો બાદ તેમને મેન્ટલ હોસ્પિટલે મોકલવા પડશે. જણાવી દઈએ કે સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ મહારાષ્ટ્રમાં ઓપરેશન કમળ ચલાવી રહી છે. એટલું જ નહિ રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપના ઓપરેશન લોટસમાં સીબીઆઈ, ઈડી, આવકવેરા વિભાગ અને પોલીસ પણ સામેલ છે.

રાઉતે આરોપ લગાવ્યો કે બધા પોતપોતાની રીતથી ધારાસભ્યોની ડરાવી-ધમકાવી ભાજપ તરફ કરવાની કોશિશ કરી રહ્યા છે. સંજય રાઉતે કહ્યું કે જો ભાજપ પાસે બહુમત છે તો ઓપરેશન લોટસની શું જરૂરત છે. બહુમત માટે ભાજપ પર અનૈતિકતા અપનાવવાનો આરોપ લગાવતા સંજય રાઉતે કહ્યું કે જો તમારી પાસે બહુમત હતું તો ગુંડાગર્દી કેમ કરી રહ્યા છે. ચંબલના ડાકુઓ જેવું કામ કરી રહ્યા છો.

70,000 કરોડના સિંચાઈ કૌભાંડમાં અજીત પવારને ક્લીન ચિટ70,000 કરોડના સિંચાઈ કૌભાંડમાં અજીત પવારને ક્લીન ચિટ

English summary
we have enough MLAs to prove majority says bjp mla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X