For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનના વધતા કેસોને લઈને એઈમ્સે ચેતવ્યા, ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહી મોટી વાત

ભારતમાં કોરોના વાયરસના નવા વેરઅંટનુ જોખમ સતત વધી રહ્યુ છે. આ દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના નવા વેરઅંટનુ જોખમ સતત વધી રહ્યુ છે. આ દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે આપણે સતત વધતા કેસો દરમિયાન કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવુ જોઈએ. તેમણે કહ્યુ કે ભારતે ઓમિક્રૉનના દુનિયાભરમાં વધતા કેસો પર નજર રાખવી જોઈએ અને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવુ જોઈએ. ડૉક્ટર ગુલેરિયાએ કહ્યુ કે આપણે ખુદને તૈયાર રાખવા જોઈએ. હું આશા રાખુ છુ કે સ્થિતિ એટલી બદતર નહિ થાય જેટલી યુકેમાં છે. આપણે હજુ વધુ આંકડાની જરુર છે. જ્યારે પણ દુનિયાના બીજા ભાગોમાં સંક્રમણના કેસ વધે ત્યારે આપણે તેના પર બારીકાઈથી નજર રાખવાની જરુર છે અને ખુદને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રાખવાની જરુર છે.

Dr Randeep Guleria

તમને જણાવી દઈએ કે બ્રિટનમાં ઓમિક્રૉનના નવા કેસોમાં ઘણી ઝડપથી કેસ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં સંક્રમણ ઘણુ વધ્યુ છે. વળી, નિષ્ણાતોનુ કહેવુ છે કે આ મોટી લહેર પહેલાની ચેતવણી હોઈ શકે છે. યુકે પ્રશાસનનુ કહેવુ છે કે દર બીજા કે ત્રીજા દિવસે ઓમિક્રૉનના કેસ બમણા થઈ રહ્યા છે. આ વેરિઅંટ આખા દેશમાં છેલ્લા અમુક દિવસોથી હાવી થઈ રહ્યો છે. નોંધનીય વાત એ છે કે યુકેમાં ઓમિક્રૉનના 10 હજાર નવા કેસ સામે આવી ચૂક્યા છે અને ઓમિક્રૉનથી મરનારની સંખ્યા 7 થઈ ચૂકી છે. યુકેના આરોગ્ય વિભાગ તરફથી આ અંગે શનિવારે પુષ્ટિ કરવામાં આવી છે કે નવા વેરઅંટના 10059 કેસ સામે આવી ચૂક્યા છે કે જે શુક્રવારની સરખામણીમાં ત્રણ ગણા છે. આ સાથે જ યુકેમાં કોરોનાના ઓમિક્રૉન વેરઅંટના કુલ 24968 કેસ સામે આવી ચૂક્યા છે.

English summary
We should be ready amid omicron surge says AIIMS Director Dr Randeep Guleria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X