Weather News: UP-બિહાર સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Weather News: દેશના ઉત્તરીય ભાગોમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. UP, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી આ રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. દિલ્હી-NCR અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આને કારણે, બફારાનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કાળા વાદળો છવાયેલા રહેશે. જ્યાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 27.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. દિલ્હી-NCRમાં શનિવાર અને રવિવારે વરસાદની આગાહી છે.

સતત 10 દિવસથી ભારે વરસાદથી આ રાજ્યની હાલત ખુબજ ખરાબ
બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. સતત 10 દિવસથી ભારે વરસાદથી આ રાજ્યની હાલત ખુબજ ખરાબ છે. પૂરના પ્રકોપથી જળભરાવ થયો છે રસ્તાઓ ધોવાઇ ગયા છે. ગંગાના વિશાળ મેદાન ક્ષેત્રમાં 24 કલાક ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 9 ઓગસ્ટથી ફરીથી વરસાદના બીજા રાઉન્ડની શક્યતા દર્શાવી દીધી છે. 11થી 12 ઓગસ્ટે ભારેથી અતીભારે વરસાદની શક્યતા છે.
હરિયાણામાં હળવા વરસાદની શક્યતા
શનિવાર અને રવિવારે હરિયાણાના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. હરિયાણાના માનેસર, ઝજ્જર, રેવાડી અને નૂહ જેવા વિસ્તારોમાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન સાથે ઝરમર વરસાદ પડી શકે છે. તાપમાન 32-35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 ઓગસ્ટ બાદ ફરી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે.
UPના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી
પૂર્વી ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. લખનૌ, બારાબંકી, ગોરખપુર અને બહરાઇચ જેવા શહેરોમાં તાપમાન 30 ડિગ્રીથી નીચે આવી ગયું છે. આગામી 2 દિવસમાં પશ્ચિમ UPમાં પણ વરસાદી ગતિવિધિઓ વધવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનો ભય
ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદને કારણે ભૂસ્ખલનનો ભય છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
બિહારના આ જિલ્લાઓમાં વરસાદ પડશે
બિહારમાં ચોમાસાએ જોર પકડ્યું છે. બાંકા, ભાગલપુર, પૂર્ણિયા અને કટિહાર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શનિવાર સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાન 30-34°C ની આસપાસ રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી (70-80%) ગરમી પરેશાન કરી શકે છે.












Click it and Unblock the Notifications
