For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ અને શીત લહેર સાથે ઠંડી વધશે. IMDએ આપ્યુ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ અને શીત લહેર સાથે ઠંડી વધશે.

|
Google Oneindia Gujarati News

Weather Update: દિલ્લી સહિત સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કડાકાની ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં અત્યંત ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે અને 15 જાન્યુઆરીથી ઘણી જગ્યાએ શીત લહેરની સંભાવના છે. આજથી દિલ્લી અને તેની આસપાસના રાજ્યોમાં શીત લહેરની સ્થિતિ બનવાની સંભાવના છે.

તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે

તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે

હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે મેદાની વિસ્તારોમાં તાપમાન આવતા સપ્તાહે -4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ઓનલાઈન વેધર પ્લેટફોર્મ લાઈવ વેધર ઑફ ઈન્ડિયાના સ્થાપક નવદીપ દહિયાએ ટ્વીટ કર્યુ હતુ કે, '14થી 19 જાન્યુઆરીની વચ્ચે તીવ્ર કોલ્ડ વેવની સ્થિતિ અને 16 અને 18 જાન્યુઆરીની વચ્ચે તે ચરમ પર રહેવાની સંભાવના છે. જો કે, તેમણે એમ પણ કહ્યુ કે આગામી ત્રણ દિવસ ખૂબ જ ઠંડી રહેવાની છે. આગામી થોડા દિવસોમાં રાજસ્થાન અને ભારતના પૂર્વ ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

છેલ્લા 23 વર્ષોમાં દિલ્લીમાં સૌથી વધુ ઠંડી

છેલ્લા 23 વર્ષોમાં દિલ્લીમાં સૌથી વધુ ઠંડી

સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્લી અને ઉત્તર પશ્ચિમ મેદાનોમાં લઘુત્તમ તાપમાન 2થી 4 °C વધવાની ધારણા છે. દિલ્લીમાં આગામી દિવસોમાં બર્ફીલી ઠંડી જોવા મળશે. 23 વર્ષમાં ત્રીજી સૌથી ખરાબ ઠંડી નોંધાયાના દિવસો પછી ગુરુવારે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી વધારે હતુ. હવામાન વિભાગ મુજબ મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

હળવા વરસાદની સંભાવના

હળવા વરસાદની સંભાવના

હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી આરકે જેનામણિએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યુ હતુ કે, '2006માં આવી જ સ્થિતિનો અનુભવ થયો હતો જ્યારે સૌથી નીચુ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. 2013માં પણ આવી જ ઠંડી હતી.' જેનામણિએ કહ્યુ કે, 'પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, પશ્ચિમ યુપી અને ઉત્તર રાજસ્થાનમાં પણ આગામી થોડા દિવસોમાં ઝરમર અને હળવો વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને કાશ્મીર સહિતના હિમાલયના રાજ્યોમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ 11થી 14 જાન્યુઆરી વચ્ચે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે.'

જાણો બાકીના રાજ્યોનુ હવામાન

જાણો બાકીના રાજ્યોનુ હવામાન

હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, 'આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, આસામ અને મેઘાલય અને ત્રિપુરામાં રાત્રિ અને સવારના કલાકો દરમિયાન અલગ-અલગ સ્થળોએ ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની સંભાવના છે. 15થી 18 જાન્યુઆરી આ દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે.16-18 જાન્યુઆરી 2023 સુધી ઉત્તર મધ્ય પ્રદેશ અને બિહારના અમુક ભાગોમાં કોલ્ડ ડેની સ્થિતિની આગાહી કરવામાં આવી છે.

English summary
Weather Update: Dense fog likely over north India from January 14, Check IMD forecast here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X