Weather Updates: ગુજરાત સહિત દેશના આ 18 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તરાખંડમાં યલો એલર્ટ

હાલમાં ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે કે આવનારા 24 કલાક દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાના, કર્ણાટક સહિત 18 રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના મેઘ વરસી રહ્યા છે અને સતત વરસાદના કારણે ઘણા રાજ્યોમાં તો પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. જ્યારે દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. પાછોતરા પવનોએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિવે પ્રભાવિત કરી દીધી છે જેના કારણે આ રાજ્યોમાં ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે.

હવામાન વિભાગે આપી અપડેટ

હવામાન વિભાગે આપી અપડેટ

હાલમાં ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે કે આવનારા 24 કલાક દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાના, કર્ણાટક, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, કોંકણ, ગોવા, અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તરાખંડ-હિમાચલમાં જોરદાર વરસાદ થઈ શકે છે.

ઉત્તરાખંડમાં યલો એલર્ટ

ઉત્તરાખંડમાં યલો એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં કાલથી જ યલો એલર્ટ જાહેર કર્યુ છે. આઈએમડીએ કહ્યુ કે દહેરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ, અલમોડા, ચંપાવત અને પિથોરાગઢમાં ભારે વરસાદ થઈ શકે છે અને આના કારણે અહીં વીજળીના કડાકાની પણ સંભાવના છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. વળી, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં પણ વરસાદ થઈ શકે છે.

દિલ્લીની વધશે તાપમાન, ચાલીસને પાર જઈ શકે છે પારો

દિલ્લીની વધશે તાપમાન, ચાલીસને પાર જઈ શકે છે પારો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીવાસીઓને ચોમાસાનો વરસાદ જુલાઈમાં જોવા મળશે કારણકે આ દરમિયાન દિલ્લી-એનસીઆરમાં ગરમી વધશે. રાજધાનીમાં પારે 40ને પાર જવાનુ અનુમાન છે. જો કે વચમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ દિલ્લીને પ્રભાવિત કરતી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારતમાં હજુ ઘણા ભાગોમાં ચોમાસુ આવ્યુ નથી પરંતુ 1 થી 20 જૂન વચ્ચે દેશમાં 41 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X