For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: કેરળ-કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના, બિહાર-ઝારખંડમાં હીટવેવનુ એલર્ટ, જાણો દિલ્લીના હાલ

ભીષણ ગરમીથી ત્રસ્ત સમગ્ર ઉત્તર ભારતને આંશિક રાહત મળી શકે છે કારણકે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભીષણ ગરમીથી ત્રસ્ત સમગ્ર ઉત્તર ભારતને આંશિક રાહત મળી શકે છે કારણકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્લી, યુપી, એનસીઆર, ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળો વરસી શકે છે જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળશે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે બિહાર અને ઝારખંડમાં હીટવેવની ગંભીર સ્થિતિ જોવા મળી શકે છે માટે તેમણે અહીં એલર્ટ જાહેર કર્યુ છે. વળી, આજે દિલ્લી-એનસીઆરમાં આંધી-વરસાદની સંભાવના છે.

દિલ્લીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે

દિલ્લીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે

ભારતીય હવામાન વિભાગે કહ્યુ હતુ કે દિલ્લી-એનસીઆરમાં હવામાનમાં નરમી ગુરુવાર સુધી રહી શકે છે જ્યારે શુક્રવારે એક વાર ફરીથી હવામાનમાં ફેરફાર જોવા મળશે. જો કે, આજે પણ દિલ્લીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

કેરળમાં ભારે વરસાદનુ રેડ એલર્ટ

કેરળમાં ભારે વરસાદનુ રેડ એલર્ટ

કેરળમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપેલુ છે જ્યારે ચોમાસુ અંદમાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી ગયુ છે અને 27 મે સુધીમાં કેરળ પહોંચે તેવી શક્યતા છે. જેથી લોકોને ગરમીથી રાહત મળશે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાનામાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગો અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં ધૂળવાળો પવન, હળવા ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

અહીં થઈ શકે છે ભારે વરસાદ

અહીં થઈ શકે છે ભારે વરસાદ

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે કેરળની સાથે કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, પૂર્વોત્તર ભારત, અંદમાન અને નિકોબાર ટાપુઓ, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટક, તમિલનાડુ, હિમાલય, કોંકણ અને ગોવામાં વરસાદની શક્યતા છે.

English summary
Weather Update: Heavy rain expected in Kerala-Karnataka, Heatwave Alert in Bihar-Jharkhand says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X