For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ALERT: 24 કલાકમાં આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસાએ કમબેકથી દેશના અમુક વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા થઈ છે. વળી, ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મૉનસુનનુ કમબેક

મૉનસુનનુ કમબેક

હવામાન વિભાગે ઉત્તર, મધ્ય તેમજ ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ચાર ઓક્ટોબર બાદથી મૉનસુનની ગતિવિધિ નબળી પડવાના પૂર્વાનુમાનના આધારે દક્ષિણ-પશ્ચિમ મૉનસુનનુ કમબેક 10 ઓક્ટોબર બાદથી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ચાર ઓક્ટોબર બાદ મૉનસુનની ગતિને જોતા પશ્ચિમ રાજસ્થાનથી 10 ઓક્ટોબર બાદ ચોમાસાનુ કમબેક થઈ શકે છે. જો કે આગામી 48 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં છેલ્લા બે દિવસોથી જબરદસ્ત વરસાદનો દોર ચાલુ છે.

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી 84 ઉમેદવારોની પહેલી યાદીઆ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી 84 ઉમેદવારોની પહેલી યાદી

વરસાદના હાલ બેહાલ

વરસાદના હાલ બેહાલ

આ વર્ષે અમુક વિસ્તારોમાં વરસાદે જબરદસ્ત વિનાશ વેર્યો છે. 30 સપ્ટેમ્બર સુધી આખા દેશમાં સામાન્યથી 109 ટકા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. જો કે હરિયાણા અને દિલ્લી એનસીઆરમાં 40 ટકા વરસાદ ઓછો નોંધવામાં આવ્યો છે. વળી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ થયો છે. આંકડાઓ મુજબ 30 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ મુજબ હવામાનની દ્રષ્ટિએ દેશના 36 સબ ડિવિઝનમાંથી બેમાં સામાન્યથી અત્યંત વધુ વરસાદ નોંધવામાં આવ્યો.

English summary
Weather Update: Heavy to heavy Rain Alert in next 24 hours in These states of North India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X