Weather Update: ભીષણ ગરમી વચ્ચે આજે પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના

હવામાન વિભાગે દેશના અમુક ભાગોમાં 15થી 17 માર્ચ દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Weather Update: દેશમાં વારંવાર ચાલી રહેલા હવામાન પલટાના કારણે લોકો હેરાન થઈ ગયા છે. ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદે લોકોના આરોગ્ય અને જનજીવન પર ખરાબ અસર કરવાનુ શરુ કરી દીધુ છે. અત્યંત ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે દેશના અમુક ભાગોમાં 15થી 17 માર્ચ દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ઘણી જગ્યાએ વાવાઝોડાની શક્યતા

ઘણી જગ્યાએ વાવાઝોડાની શક્યતા

તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીને પાર છે, તો બીજી તરફ ઘણી જગ્યાએ વરસાદે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ દેશમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે, જેના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં આજે અને આગામી 24 કલાકમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ માટે હવામાન વિભાગે આ રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.

દિલ્લીમાં વાદળછાયુ વાતાવરણ

દિલ્લીમાં વાદળછાયુ વાતાવરણ

દિલ્લી-એનસીઆરમાં આંશિક રીતે વાદળછાયુ વાતાવરણ છે પરંતુ તાપમાનમાં કોઈ ઘટાડો થયો નથી. રવિવારની જેમ સોમવારે પણ દિલ્લીમાં તાપમાન ખૂબ જ વધી ગયુ હતુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્લીમાં આંશિક વાદળછાયુ રહેવાની સંભાવના છે. આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતુ જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે.

આ જગ્યાએ પડશે વરસાદ

આ જગ્યાએ પડશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઓડિશામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન (30-40 કિમી પ્રતિ કલાક) સાથે હળવો વરસાદની અપેક્ષા છે. બીજી તરફ, 15-17 માર્ચ વચ્ચે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X