For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: રાજસ્થાનમાં આગલા 2 દિવસ સુધી થશે ભારે વરસાદ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર

એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાના કારણે રાજસ્થાનમાં આગલા બે દિવસ સુધી સતત વરસાદ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાના કારણે રાજસ્થાનમાં આગલા બે દિવસ સુધી સતત વરસાદ થશે. વરસાદ સાથે આંધી-તોફાન અને પવન પણ ફૂંકાશે. વળી, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ યાસ વાવાઝોડા માટે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આઈએમડીના જણાવ્યા મુજબ 26 મેએ યાસ વાવાઝોડુ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કાંઠા પરથી પસાર થઈ શકે છે. આ માટે ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 14 જિલ્લાઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

rain

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની સરકારોએ નૌકાદળ અને ભારતીય તટરક્ષક દળને સ્થિતિ સાથે નિપટવા માટે તૈયાર રહેવા આગ્રહ કર્યો છે. વળી, દિલ્લી એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે(22 મે) સવારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારે 2 કલાક દિલ્લી એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે. આઈએમડીએ કહ્યુ છે કે દિલ્લી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ઝજ્જર, ઔરંગાબાદ, પટૌડી, સોહના, નોઈડા, ગ્રેટર નોઈડા અને આસપાસના ઘણા વિસ્તારોમાં 50થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પણ થશે.

રાજસ્થાનના આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

હવામાન કેન્દ્ર જયપુરે એલર્ટ જારી કરીને કહ્યુ હતુ કે 21થી 23મે દરમિયાન રાજસ્થાનના અનેક ભાગોમાં ભારે વરસાદ થશે. હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં વરસાદ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાના કારણે થશે. આ દરમિયાન રાજ્યના પશ્ચિમી અને ઉત્તરી વિસ્તારમોમાં આંધા સાથે વરસાદ થશે. 22 મે અને 23 મે બિકાનેરના જિલ્લા, જોધપુરની આસપાસના વિસ્તારોમાંથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી-તોફાન આવશે. વળી, ભરતપુર અને જયપુરની આસપાસના વિસ્તારોમાં 30થી 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે.

English summary
Weather Update: Rain in Rajasthan for next 2 days, West Bengal and Odisha alert due to Cyclone Yaas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X