For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: મુંબઈમાં રેડ એલર્ટ, ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો રદ, આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી

મુંબઈમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગે આજે પણ અહીં રેડ એલર્ટ આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મુંબઈમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગે આજે પણ અહીં રેડ એલર્ટ આપ્યુ છે. ભારે વરસાદના કારણે ઉમ્બેરમાલી રેલવે સ્ટેશન આને કસારા વચ્ચે લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. વળી, રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ઈગતપુરી અને ખારદી વચ્ચેની રેલ સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે. પ્રશાસને લોકોને જરૂર વિના ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. બીએમસીના જણાવ્યા મુજબ મુંબઈમાં બુધવારે 68.72 મીમી વરસાદ થયો છે.

દિલ્લી-યુપીમાં થઈ શકે છે વરસાદ, જાહેર થયુ એલર્ટ

દિલ્લી-યુપીમાં થઈ શકે છે વરસાદ, જાહેર થયુ એલર્ટ

મુંબઈમાં જ નહિ પરંતુ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમના અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થશે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર દિલ્લી, જીંદ, રોહતક, કેથલ, રેવાડી, બાવલ, તિજારા, કાસગંજ, ભરતપુર, નદબઈ, ડીગ અને બરસાનામાં ભારે વરસાદ થઈ શકે છે.

હિમાચલ-ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

હિમાચલ-ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

આઈએમડીએ જણાવ્યુ છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત જેવી સ્થિતિ બનેલી છે જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તેણે આજથી લઈને આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તરી કોંકણ, બિહાર અને બંગાળમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલ-ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાત, કર્ણાટક અને કેરળમાં પણ વરસાદ

ગુજરાત, કર્ણાટક અને કેરળમાં પણ વરસાદ

વળી, 25-26 જુલાઈ સુધી ગુજરાત, ઉત્તરાખંડ,, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાના, રાજસ્થાન અને તમિલનાડુના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. કર્ણાટક અને કેરળમના અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

English summary
Weather Update: Red alert in Mumbai, very heavy rain expected today, light to moderate rain expected in these states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X