For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update : પાંચ દિવસ રહેશે કોલ્ડવેવ, પહાડી વિસ્તારમાં હિમવર્ષા ની આશંકા

Weather Update : મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં નોંધાયું હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

|
Google Oneindia Gujarati News

Weather Update : ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલ ઠંડીનો પારો સતત નીચે ગગડી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની રહેવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આ સાથે ઘુમ્મસને કારણે ઘણી ટ્રેન મોડી પડી છે.

Weather Update

મધ્યપ્રદેશ, હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. સવારે હળવા ધુમ્મસની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અન્ય સક્રિય પશ્ચિમી વિક્ષેપ 20 જાન્યુઆરીની રાતથી 26 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયના પ્રદેશને અને 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 20 થી 22 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

રોહતાંગમાં હિમવર્ષા

હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા લાહૌલ-સ્પીતિ અને પ્રવાસી શહેર મનાલીમાં હવામાન ફરી બદલાયું છે. રોહતાંગ પાસ, બરાલાચા, શિંકુલા પાસ અને કુંજમ પાસમાં ગુરુવારના રોજ 10 સેમી સુધીની હિમવર્ષા થઈ છે. અટલ ટનલ રોહતાંગમાં પણ લગભગ એટલી જ હિમવર્ષા થઈ છે. ખરાબ હવામાનને કારણે લાહૌલ પ્રશાસને મનાલી-લેહ રોડ પર સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

પવનને કારણે વધ્યું પ્રદૂષણનું સ્તર

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે પ્રદૂષણના કણો નીચા સ્તરે રહે છે. આ કારણે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ થઈ ગયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, ગુરુવારના રોજ દિલ્હીમાં પ્રદૂષણ સૂચકાંક 338 નોંધાયો હતો. જે બુધવાર કરતાં 34 પોઈન્ટ વધુ હતો. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી પ્રદૂષણથી કોઈ રાહતની અપેક્ષા નથી.

English summary
Weather Update : There will be cold wave for five days, there is a possibility of snowfall in hilly areas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X