Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, યુપી-બિહારમાં યલો એલર્ટ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે આવતા 3 દિવસમાં દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે આવતા 3 દિવસમાં દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાલસુ હાલ પોતાના અંતિમ ઝોનમાં પ્રવેશી ચૂક્યુ છે અને આના કારણે હવે દેશના ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ થશે. દિલ્લીમાં આજે હવામાન સૂકુ રહેશે પરંતુ શુક્રવારે હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

આવતા 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના
આઈએમડીના જણાવ્યા મુજબ બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે અને આના કારણે અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે વરસાદ દરમિયાન દેશના આ બંને રાજ્યોમાં ઝડપી પવન ફૂંકાવાના પણ અણસાર છે. તમને જણાવી દઈએ કે બિહારમાં પહેલા જ પૂરે કહેર વરસાવ્યો છે અને સતત વરસાદના કારણે કુલ 26 જિલ્લાઓ પ્રભાવિત છે એવામાં ફરીતી એક વાર મૂસળધાર વરસાદની એલર્ટે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.

27 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે વરસાદ
ઉત્તરાખંડમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે. દહેરાદૂનમાં સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપી છે. જે જગ્યાઓએ વરસાદની સંભાવના છે તેમના નામ છે દહેરાદૂન, પૌડી, હરિદ્વાર, નૈનીતાલ, ચંપાવત અને બાગેશ્વર. પૂર્વોત્તર ભારત, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદના અણસાર છે. દક્ષિણ ભારતમાં આવતા 5 દિવસ દરમિયાન તમિલનાડુમાં 27-29 ઓગસ્ટે કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે.

સપ્ટેમ્બરમાં થશે જોરદાર વરસાદ
સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાકમાં યુપી, બિહાર, ગુજરાત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં જોરદાર વરસાદના અણસાર છે. વળી, કાલથી કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર પ્રદેશના રાયલસીમામાં વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ હતુ કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જોરદાર વરસાદ થશે. ખાસ કરીને કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર પ્રદેશના રાયલસીમા ક્ષેત્ર, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વોત્તર રાજ્યો, બિહારમાં આ વખતે જોરદાર વાદળો વરસવાના છે.












Click it and Unblock the Notifications
