For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: તમિલનાડુમાં રેડ એલર્ટ, ચેન્નઈના મરીના બીચ પર પૂર જેવી સ્થિતિ, પુડુચેરી પણ પાણી-પાણી

અતિ ભારે વરસાદે સમગ્ર તમિલનાડુમાં ઉત્પાત મચાવેલો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ જળમગ્ન છે. વળી, આજે અને કાલો રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ અતિ ભારે વરસાદે સમગ્ર તમિલનાડુમાં ઉત્પાત મચાવેલો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ જળમગ્ન છે. વળી, આજે અને કાલો રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ચેન્નઈમાં હાલમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. ભારે વરસાદના કારણે ચેન્નઈ સહિત આખા રાજ્યની રંગત બગડી ગઈ છે. ચેન્નઈના જાણીતા મરીના બીચ પર પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. વળી, ચેન્નઈમાં 11 સબવે અને ઘણા રસ્તાઓ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહન વ્યવહારને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યા છે.

પુડુચેરીમાં પણ પાણી-પાણી

પુડુચેરીમાં પણ પાણી-પાણી

ચેન્નઈમાં જ્યાં આ હાલ છે ત્યાં બીજી તરફ પુડુચેરીમાં પણ ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ ગયુ છે. રસ્તા પર પાણી ભરાઈ ગયુ છે. સ્કૂલો-કૉલેજો બંધ છે. હવામાન વિભાગે અહીં 48 કલાક માટે એલર્ટ આપ્યુ છે. આઈએમડીના જણાવ્યા અનુસાર ચેન્નઈ, સેલમ, વેલ્લોર, તિરુપત્તૂર, રાનીપેટ, તિરુવન્નામલાઈ જિલ્લાઓમાં આજે અને કાલે ભારે વરસાદની સંભાવના છે. બરમબક્ક્મ, રેડહિલ્સ, ચોલાવરમ, પૂંડી અને વીરનમમાં જળાશયો પોતાની મહત્તમ ક્ષમતા સુધી પહોંચી ગયા છે અને આજે સવારે તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

તમિલનાડુમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

તમિલનાડુમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

આઈએમડીએ જણાવ્યુ છે કે 11 નવેમ્બરની સાંજ સુધી લો પ્રેશન એરિયા કે જે હાલમાં બંગાળની ખાડી ઉપર બનેલુ છે તે તમિલનાડુ-તટીય આંધ્ર પ્રદેશનો ક્રોસ કરી લેશે જેના કારણે વરસાદમાં કમી આવશે. તમિલનાડુના વિવિધ ભાગો, ખાસ કરીને ઉત્તર જિલ્લાઓમાં બુધવારે સાંજ સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના એક અધિકારીએ પીટીઆઈની રિપોર્ટમાં કહ્યુ, 'તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ રાતે આઠ વાગે વધી ગયો છે. ખાસ કરીને ઉત્તર ક્ષેત્રોમાં, કે જે ગુરુવારે પણ ચાલુ રહેશે.'

આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ

આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી ચેન્નઈ, ચેંગલપટ્ટુ, થિરુવલ્લૂર, કાંચીપુરમ, વિલ્લુપુરમ, નાગપટ્ટિનમ, કુડ્ડાલોર, માયલાદુથુરાઈ, તિરુવરુર, તંજાવુર, પુદુકોટ્ટઈ, રામનાથપુરમ, શિવગંગઈ અને અન્ય દક્ષિણ તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, પ્રશાસને સામાન્ય લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે અને લોકો માટે ચેન્નઈ કૉર્પોરેશને એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1913 જાહેર કર્યો છે. જેના પર જરૂર પડવા પર તમે કૉલ કરીને તમારી મુશ્કેલી પ્રશાસનને જણાવી શકો છો.

English summary
Weather Updates: Chennai's Marina beach flooded due to heavy rain, normal life affected in Puducherry, Red alert in Tamil Nadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X