For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: દિલ્લી-NCRમાં હવામાન સાફ પરંતુ 6 રાજ્યોમાં આંધી-તોફાનનુ એલર્ટ

આગલા બે દિવસ માટે અહીં હવામાન વિભાગે આંધી-તોફાનનુ એલર્ટ જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તરથી લઈને દક્ષિણ સુધીમાં હવામાનમાં પરિવર્તન ચાલુ છે. મંગળવારે રાતે દિલ્લી-નોઈડા અને ગાઝિયાબાદમાં હળવો વરસાદ થયો જેનાથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે અને હવામાન આહલાદક થયુ છે પરંતુ આગલા બે દિવસ માટે અહીં હવામાન વિભાગે આંધી-તોફાનનુ એલર્ટ જાહેર કર્યુ છે. આઈએમડીએ કહ્યુ કે આગલા બે દિવસોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, લદ્દાખ સહિત દેશમાં ઘણી જગ્યાએ જોરદાર વરસાદની સંભાવના છે માટે તેમણે પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે.

11થી 13 માર્ચ વચ્ચે અહીં આવી શકે છે તોફાન

11થી 13 માર્ચ વચ્ચે અહીં આવી શકે છે તોફાન

આઈએમડીએ કહ્યુ કે 11થી 13 માર્ચ 2021 સુધી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં હળવો વરસાદ થઈ શકે છે. વળી, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, ક્યાંક કરાવૃષ્ટિની પણ સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ છે કે માર્ચના અંત સુધી પારો એકદમથી ચડશે અને આ વખતે લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડશે.

મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી જઈ શકે છે

મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી જઈ શકે છે

અનુમાન તો એ પણ છે કે માર્ચમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને આ જ સ્થિતિ ઓરિસ્સા અને આંધ્રની પણ રહેવાની છે. વળી, તમિલનાડુ, તેલંગાના, કર્ણાટકમાં પણ ગરમી પોતાના પૂરોજોરમાં દેખાશે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી ગ્રીષ્મકાળમાં (માર્ચથી મે સુધી) તાપમાન ગરમ જ રહેવાનુ છે. છત્તીસગઢ, ઓરિસ્સા, ગુજરાત, તટીય મહારાષ્ટ્ર, ગોવા તેમજ તટીય આંધ્ર પ્રદેશમાં આ વખતે માર્ચ-એપ્રિલમાં ભીષણ ગરમી પડશે.

જોરદાર વરસાદની સંભાવના

જોરદાર વરસાદની સંભાવના

હવામાન વિભાગની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી હિમાલયી રાજ્યોમાં અમુક સ્થળોએ હિમવર્ષાના અણસાર દેખાઈ રહ્યા છે અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીરથી લઈને ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે. ભૌગોલિક સ્થિતિમાં મોટો ફેરફાર જોઈ શકાય છે અને આના કારણે અત્યારથી ઘણા રાજ્યોમાં માર્ચના અંત સુધી ગરમીનો પ્રકોપ વધી શકે છે અને લોકોને અત્યારથી જેઠની ગરમીનો અહેસાસ થશે.

JEEમાં ફેલ કંચનનુ 26ની ઉંમરે વાર્ષિક પેકેજ છે રૂ.1.74 કરોડJEEમાં ફેલ કંચનનુ 26ની ઉંમરે વાર્ષિક પેકેજ છે રૂ.1.74 કરોડ

English summary
Weather Updates: Delhi-NCR weather changed after rain but storm alert in 6 states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X