Weather Updates: આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લી-એનસીઆરમા હળવો વરસાદ થઈ શકે

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા બે કલાક દરમિયાન અમુક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે જ્યારે અમુક રાજ્યોમાં હજુ પણ વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા બે કલાક દરમિયાન સહારનપુર, રૂડકી(ઉત્તરાખંડ), હસ્તિનાપુર, ચાંદપુર, મુઝફ્ફરનગર, દેવબંદ, શામલી, ખતોલી, ગઢમુક્તેશ્વર, સિયાના, સંભલ, અતરોલી, અમરોહા, નઝીબાબાદ, બિજનોરમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દિલ્લી-નોઈડામાં વરસાદ આંખ-મિચામણા ચાલુ છે. જો કે હવામાન વિભાગનુ કહેવુ છે કે દિલ્લી-એનસીઆરીમાં આજે હળવો વરસાદ થઈ શકે છે.

દિલ્લી-એનસીઆરીમાં વરસ્યા હળવા વાદળો

દિલ્લી-એનસીઆરીમાં વરસ્યા હળવા વાદળો

આજે સવારે હળવા વરસાદથી તાપમાનમાં ઘટાડો તો આવ્યો પરંતુ સાંજ સુધી ભારે વરસાદના અણસાર નથી. વળી, ઉત્તર પ્રદેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ હાલમાં નબળુ પડી ગયુ છે અને આવતા એક સપ્તાહ સુધી વરસાદના અણસાર નથી પરંતુ રાજ્યમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ ચાલુ રહેશે જેના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારે વરસાદનુ એલર્ટ

ભારે વરસાદનુ એલર્ટ

ચોમાસુ બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડમાં સંપૂર્ણપણે સક્રિય છે. વળી, ઉત્તરાખંડમાં તો વરસાદને આફત પેદા કરી દીધી છે. સતત થઈ રહેલા વરસાદના કારણે હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદી છલકાઈ રહી છે. હવામાન વિભાગે આજે પણ અહીં વરસાદનુ એલર્ટ આપ્યુ છે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

આજે અને કાલે ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહારમાં ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વળી, જીંદ, ગોહાના, હિસાર, હાંસી, મહમ, રોહતક, સિવાની, તોશામ, ભિવાની, મહેન્દ્રગઢ અને ઉત્તર પ્રદેશના સહારનપુર, ગંગોહની આસપાસના ક્ષેત્રોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં હળવો વરસાદ અને મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. વળી, કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં વરસાદ આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X