Weather Updates: ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભારે વરસાદની સંભાવના, જાણો ક્યાં-ક્યાં છે એલર્ટ?
ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે મુશ્કેલી સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમનુ કહેવુ છે કે દક્ષિણના રાજ્યો ઉપરાંત યુપી, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે. તેથી અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમનુ કહેવુ છે કે નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેરળમાં પાંચ દિવસનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

બેગલુરુ ભારે વરસાદથી બેહાલ
પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગાણા, બિહાર, પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આજથી આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરુ ભારે વરસાદને કારણે પરેશાન થઈ ગયુ છે. ગત રાત્રિથી અહીં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. લોકોને આજે સવારે ઑફિસ જવા અને બાળકોને શાળાએ જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હરિયાણા, પંજાબમાં હવામાન સૂકુ
જ્યારે ઓરિસ્સા, મધ્યપ્રદેશ. ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જો દિલ્લીની વાત કરીએ તો આજે અહીં વરસાદની કોઈ શક્યતા નથી. જેના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. અહીં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે હરિયાણા અને પંજાબમાં હવામાન સૂકુ રહેશે.

ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદની સંભાવના
નોંધનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઈ શકે છે. સામાન્ય રીતે ચોમાસુ 15 સપ્ટેમ્બરની આસપાસ જાય છે પરંતુ આ વખતે ચોમાસુ વહેલુ વિદાય લઈ શકે છે. જો કે, તે પહેલા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પ્રબળ સંભાવના છે.












Click it and Unblock the Notifications
