For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં સોમવાર રાતથી સતત વરસાદ, સ્કૂલો-કૉલેજો બંધ, ઑરેન્જ એલર્ટ, ઠેર-ઠેર પાણી

તમિલનાડુના ચેન્નઈ અને પડોશી જિલ્લાઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં સોમવારે રાતે શરુ થયેલો વરસાદ આજે મંગળવારે પણ સતત ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના ચેન્નઈ અને પડોશી જિલ્લાઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં સોમવારે રાતે શરુ થયેલો વરસાદ આજે મંગળવારે પણ સતત ચાલુ છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ચેન્નઈમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. 8 જિલ્લાઓ તિરુવરુર, નાગપટ્ટિનમ, માયલાદુથુરાઈ, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ કાંચીપુરમ, તિરુવલ્લુર અને તંજાવુરની સ્કૂલો અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે. .હવામાન વિભાગે અહીં ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે, ભારે વરસાદની સાથે વીજળીની પણ સંભાવના છે. ચેન્નાઈ હવામાન વિભાગનુ કહેવુ છે કે તમિલનાડુમાં ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ 4 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

rain

રાજ્યના કોસ્ટલ અને કાવેરી ડેલ્ટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ઘણા વિસ્તારોનુ નિરીક્ષણ કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે કેકે નગર-રાજામન્નર સલાઈ જેવા વિસ્તારો અને ગણેશપુરમ જેવા ઉપમાર્ગોમાં પહેલાથી કરેલી તૈયારીઓ અને ડ્રેનેજ સિસ્ટમને કારણે વરસાદનુ પાણી નથી ભરાતુ. સત્તાવાળાઓએ પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં ફ્લડ સર્વેલન્સ કેમેરા લગાવ્યા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આજે સચિવાલયમાં ટોચના અધિકારીઓની બેઠકની અધ્યક્ષતામાં ચોમાસા માટે સાવચેતીના પગલાંની સમીક્ષા કરશે. તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં 29 ઓક્ટોબરે ઉત્તરપૂર્વ ચોમાસાનો વરસાદ શરૂ થયો હતો.

તમિલનાડુના વરસાદની અસર આસપાસના રાજ્યો પર પણ પડશે, તેથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી છે. વરસાદને કારણે તાપમાનમાં ચોક્કસપણે ઘટાડો થશે જેના કારણે ઠંડીમાં વધારો થશે. ઉત્તર-પૂર્વમાં પણ વરસાદની સંભાવના છે. તમિલનાડુના વરસાદની અસર આસપાસના રાજ્યો પર પણ પડશે. તેથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર-પૂર્વમાં પણ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6-7 નવેમ્બર વચ્ચે દેશમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે. પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલથી કાશ્મીરમાં સક્રિય થશે જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે, જ્યારે બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3 નવેમ્બર પછી સક્રિય થશે જેના કારણે કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થશે. જેનાથી મેદાની વિસ્તારોને અસર થશે અને ઠંડી વધશે.

English summary
Weather Updates: Heavy rainfall in Tamil Nadu from Monday night. School-college closed, Orange Alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X