For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: દિલ્લી-NCRમાં વરસશે વાદળ, બનારસમાં પારો પહોંચ્યો 40ને પાર

એક વાર ફરીથી દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયુ છે તે બાદ હવામાનનો મિજાજ બદલવાના પૂરા અણસાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક વાર ફરીથી દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયુ છે તે બાદ હવામાનનો મિજાજ બદલવાના પૂરા અણસાર છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દિલ્લી-એનસીઆર સહિત સમગ્ર દેશના ઘણા રાજ્યોમાં હવામાન પલટી મારી શકે છે. અહીં આંધી-તોફાન આવવાની સંભાવના છે. વળી, યુપી-બિહારમાં સૂરજ અત્યારથી આગ કાઢી રહ્યો છે અને વારાણસીમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં યુપીમાં ગરમી બહુ વધી ગઈ છે તેની પાછળ પાછોતરા પવનોની ઉણપ જણાવવામાં આવી રહી છે.

વારાણસીમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો

વારાણસીમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો

તમને જણાવી દઈએ કે મંગળવારે ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં પારો 41 ડિગ્રી પહોંચી ગયો છે કે જે સામાન્યથી 4 ડિગ્રી વધુ હતો. વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ આમ જ ચાલુ રહેવાનો છે. બીજી તરફ આજે દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના છે તેના માટે એલર્ટ જાહેર કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ કાલથી લઈને આગલા બે દિવસ સુધી દિલ્લી-એનસીઆરમાં આંધી-તોફાન જોવા મળી શકે છે. જો કે આનાથી ગરમીથી તપી રહેલ દિલ્લીના તાપમાનમાં થોડો ઘટાડો આવશે.

ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના

ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના

વળી, હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. વિભાગે પહેલાથી જ હિમાચલમાં 8 એપ્રિલે યલો એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગે કહ્યુ કે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલામાં હવામાન ઘણુ ખરાબ હોઈ શકે છે. અહીં કરાવૃષ્ટિની સંભાવના છે. વળી, લદ્દાખ, ચમોલી, ઉત્તરકાશીમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે આસામ, મિઝોરમ અને મિઝોરમમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.

દક્ષિણ ભારતમાં ગરમી ચરમ પર

દક્ષિણ ભારતમાં ગરમી ચરમ પર

દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ હાલમાં ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનુ શરૂ કરી દીધુ છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ચેન્નઈમાં જોરદાર ગરમી પડી રહી છે. સ્કાઈમેટના જણાવ્યા અનુસાર દિલ્લી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાયલ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદના અણસાર છે. રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ આવી શકે છે. વળી, દિલ્લીમાં લૂની સંભાવના નથી. જો કે આગલા 24 કલાકમાં રાજધાનીમાં આંધી-વરસાદ આવી શકે છે.

માનસૂન હિંદ-અરબ સાગર તરફથી આવનારો પવન છે

માનસૂન હિંદ-અરબ સાગર તરફથી આવનારો પવન છે

માનસૂન હિંદ-અરબ સાગર તરફથી ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવતી હવાઓને કહેવાય છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વરસાદ લાવે છે. આ એવા મોસમી પવન હોય છે જે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં જૂનથી સપ્ટેમ્બર સુધી માત્ર 4 મહિના સક્રિય રહે છે. હાઈડ્રોલૉજીમાં માનસૂનનો અર્થ છે - એવા પવનો જે વરસાદ લાવે.

મુંબઈની અંધેરી કોર્ટે આપ્યા પાયલ રોહતગી સામે તપાસના આદેશમુંબઈની અંધેરી કોર્ટે આપ્યા પાયલ રોહતગી સામે તપાસના આદેશ

English summary
Weather Updates: Varanasi temperature touched 41 degree, Thunderstorm expected in Delhi-NCR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X