For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, આઈએમડીએ જાહેર કર્યુ એલર્ટ

આજથી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજથી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે પહેલાથી જ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે. વળી, આઈએમડીની લેટેસ્ટ અપડેટ મુજબ આગલા 2 કલાકની અંદર કરનાલ, ગન્નૌર(હરિયાણા), સહારનપુર, ગંગોહ, દેવબંધ, નજીબાબાદ, શામલી, મુઝફ્ફરનગર, કાંધલા, બિજનૌર, ખતોલી, સકોટી ટાંડા, હસ્તિનાપુર, ચાંદપુર, બડોત, દૌરાલા, મેરઠ, મોદીનગર(યુપી) શામલી, અમરોહા, ગઢમુક્તેશ્વરમાં જોરદાર વરસાદની સંભાવના છે.

યલો એલર્ટ જાહેર કરાયુ

યલો એલર્ટ જાહેર કરાયુ

હવામાન વિભાગે અહીં એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યુ છે. વળી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને તટીય આંધ્ર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આવતા અમુક કલાકમાં મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાનાના પૂર્વ ભાગો, ઓરિસ્સામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, નાસિક, ઔરંગાબાદ, ધૂલે, નંદૂરબાર, જલગાંવ, જાલના, બુલઢાણા, વાશિમ, વર્ધા અને ચંદ્રપુર જિલ્લામાં કાલથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

દિલ્લીમાં બદલાશે હવામાનનો મિજાજ

દિલ્લીમાં બદલાશે હવામાનનો મિજાજ

આજે રાત સુધી દિલ્લીમાં પણ હવામાનનો મિજાન બદલાઈ શકે છે. અહીં આવતા 10 દિવસ સુધી જોરદાર વાદળો વરસવાના અણસાર છે. હવામાન વિભાગે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે આવતા પાંચ દિવસમાં દિલ્લી, હરિયાણા અને પંજાબ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આઈએમડીના અધિકારીઓએ જણાવ્યુ કે 10 દિવસના બ્રેક પછી શુક્રવારની રાતે ગાજવીજવાળા વરસાદ સાથે ચોમાસુ ફરીથી શરૂ થવાની સંભાવના દિલ્લીમાં દેખાઈ રહી છે.

105 ટકા વરસાદનુ અનુમાન

105 ટકા વરસાદનુ અનુમાન

હવામાન વિભાગે પહેલા જ કહી રાખ્યુ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 95થી 105 ટકા વરસાદ થવાનુ અનુમાન છે અને જે ગતિએ ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે તેને હિસાબે લાગે છે કે વરસાદ વધુ થશે માટે લોકોને અત્યારથી સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્ર, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વોત્તર રાજ્યો, બિહારમાં આ વખતે જોરદાર વરસાદના અણસાર છે. સ્કાઈમેટે પણ આવતા 24 કલાકમાં તમિલનાડુ, ગુજરાત, યુપી, બિહાર, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

English summary
Weather Updates: Very heavy rain expected in many states says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X