વર્ષ 2014નું ધમાકેદાર સ્વાગત, દેશ-દુનિયામાં નવા વર્ષની ઉજવણી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 જાન્યુઆરી: નવા વર્ષ 2014નું દેશ-દુનિયામાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. રાત્રે 12 વાગ્યાના ટકોરે જ ધમાકેદાર ઉજવણી કરીને નવા વર્ષને વધાવી લેવામાં આવ્યું. ભારત સહિત આખી દુનિયામાં ધૂમધામ, આતશબાજી, જશ્ન અને શુભેચ્છાઓની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતના જુદા જુદા શહેરોમાં આખી રાત હોટલ અને ડાન્સબાર ઉજવણીમાં ડૂબેલા રહ્યા.

દિલ્હીમાં નવા વર્ષનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું. નવા વર્ષ નિમિત્તે લોકોએ રાજધાનીના પ્રમુખ બજારો, શોપિંગ મોલ અને અન્ય હરવા-ફરવાના સ્થળો પર ભારે સંખ્યામાં એકઠા થઇને 2014નું સ્વાગત કર્યું. દુબઇમાં નવા વર્ષનું સ્વાગત શાનદાર આતશબાજી કરીને કરાયું. દુનિયાની સૌથી મોટી ઇમારત બુર્ઝ ખલીફા પરથી કરવામાં આવેલી આ આતશબાજી મનને મોહી લેનાર હતી.

જ્યારે ઓસ્ટ્રેલિયાની સિડનીમાં નવા વર્ષની ઉજવણી ધૂમધામથી મનાવવામાં આવી. સિડનીના હાર્બર બ્રિઝ પર જોરદાર આતશબાજી કરવામાં આવી. હાર્બર બ્રિઝ પર યોજાનાર આતશબાજીને જોવા માટે દરેક વર્ષે લોકો દૂરદૂરથી અત્રે આવી પહોંચે છે.

ચીનથી લઇને જાપાન, ભારતથી યૂરોપ સુધી, દરેક જગ્યાએ સંપૂર્ણ જોશ સાથે 2014ને વધાવી લેવામાં આવ્યું. ભારતમાં પણ નવા વર્ષની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. લોકોએ આતશબાજી કરી, ડાન્સ કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું. દેશના દરેક શહેરમાં ઉજવણીનો ઉન્માદ જોવા મળ્યો હતો.

નવા વર્ષની ઉજવણી ક્યાં અને કેવી રીતે જુઓ તસવીરોમાં...

સિડની

સિડની

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ભારે આતશબાજી કરીને નવા વર્ષને વધાવી લીધું હતું.

સિડની

સિડની

ઓસ્ટ્રેલિયાની સિડનીમાં નવા વર્ષની ઉજવણી ધૂમધામથી મનાવવામાં આવી. સિડનીના હાર્બર બ્રિઝ પર જોરદાર આતશબાજી કરવામાં આવી. હાર્બર બ્રિઝ પર યોજાનાર આતશબાજીને જોવા માટે દરેક વર્ષે લોકો દૂરદૂરથી અત્રે આવી પહોંચે છે.

હોંગ કોંગ

હોંગ કોંગ

હોંગ કોંગ ખાતે પણ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિક્ટોરિયા હાર્બરની ઉપર કોન્વોકેશન અને એક્ઝિબિશન દ્વારા ભારે આતશબાજી કરવામાં આવી હતી.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં બાળકોએ જૂહુ ચોપાટી બિચ પર 2013ના વર્ષના છેલ્લા સૂર્યાસ્તને અલવિદા કહી હતી.

પટિયાલા

પટિયાલા

પટિયાલા ખાતે આમ આદમી પાર્ટીના સમર્થકે 5 ફૂટનું ગ્રિટિંગ કાર્ટ બનાવીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

અલ્હાબાદ

અલ્હાબાદ

અલ્હાબાદના મદન મોહન માલવીયા સ્ટેડિયમ ખાતે લોકોએ હાથમાં મીણબત્તી દ્વારા નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

મનીલા

મનીલા

ફિલીપીન્સ દ્વારા મનીલા ખાતે જોરદાર આતશબાજી કરી 2014નું સ્વાગત કર્યું હતું.

સિંગાપોર

સિંગાપોર

સિંગાપોરમાં પણ ભારે આતશબાજીના કરતબ થકી લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી.

તાઇવાન

તાઇવાન

તાઇવાનના તાઇપેઇ ખાતે પણ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આતશબાજી કરાઇ હતી.

વેટીકન સીટી

વેટીકન સીટી

વેટીકન સીટી ખાતે પોપ ફ્રાંસીસ નવા વર્ષને આવકારતા ઇશુના બાળ સ્વરૂપને ચૂમી રહ્યા છે.

English summary
Welcome celebration of New Year worldwide, see picture...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.