• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિદ્ધુએ પૂછ્યું, 'આતંકીઓ મારવા ગયા હતા કે પછી ઝાડ ઉખાડવા?'

|

પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા અંગે હવે દેશમાં રાજનીતિ ગરમાઈ ચુકી છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની રેલીમાં નિવેદન આપ્યું હતું કે એર સ્ટ્રાઈકમાં 250 આતંકીઓ માર્યા ગયા છે. ત્યારપછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અમિત શાહ પર એર સ્ટ્રાઈકના નામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. હવે આ મામલે પંજાબ મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પણ મેદાનમાં કૂદી પડ્યા છે. નવજોત સિંહ સિદ્ધુએ ટવિટ કરીને ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક અંગે સરકારને સવાલ પૂછ્યા છે.

પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન બાદ સિદ્ધુએ ભાજપને યાદ અપાવી 'મસૂદની મુક્તિ'

આતંકીઓ મારવા ગયા હતા કે પછી ઝાડ ઉખાડવા?

એર સ્ટ્રાઈક અંગે નવજોત સિંહ સિદ્ધુએ કેન્દ્રીય મંત્રી એસએસ આલુવાલિયા, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદુરપ્પા, આસામના મંત્રી હેમંત બિશ્વ શર્મા અને ભાજપા સાંસદ મનોજ તિવારીની ખબરને શેર કરતા મંગળવારે ટવિટ કરી, '300 આતંકી માર્યા ગયા, હા કે ના? તો શુ ઉદેશ હતો? તમે આતંકીઓને મારવા ગયા હતા કે પછી ઝાડ ઉખાડવા? શુ આ ફક્ત ચૂંટણી સ્ટંટ હતો? સેનાના નામે રાજનીતિ બંધ કરો, સેના એટલી જ પવિત્ર છે જેટલો પવિત્ર આ દેશ છે. ઉંચી દુકાન ફીકા પકવાન.

પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા પર જોર આપ્યુ

પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા પર જોર આપ્યુ

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાના એલાન બાદ નવજોત સિંહ સિદ્ધુએ ફરીથી એક વાર પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવા પર જોર આપ્યુ. ‘આપણી પાસે એક વિકલ્પ છે' શીર્ષક સાથે જાહેર કરેલા પોતાના બે પાનાંના નિવેદનમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ, ‘હું પોતાના આ વિશ્વાસ સાથે દ્રઢતા સાથે ઉભો છુ કે સીમાની અંદર અને બહાર ચાલતી આતંકી સંગઠનોની ઉપસ્થિતિ અને ગતિવિધિઓનું દીર્ઘકાલિન સમાધાન શોધવામાં વાતચીત અને કૂટનીતિક દબાણ એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આતંકનું સમાધાન શાંતિ, વિકાસ અને પ્રગતિ છે ના કે બેરોજગારી, નફરત અને ડર.'

‘મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ'

‘મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ'

સિદ્ધુએ આગળ કહ્યુ, ‘હું એક સ્વતંત્રતા સેનાનીનો દીકરો છુ, જે પોતાના દેશ સાથે ઉભો છે. મારી સાચી દેશભક્તિની ઓળખ મારુ સાહસ છે જે આ ડર સામે સામી છાતીઓ ઉભો છે. એ ડર જેના કારણે આજે ઘણા લોકો મૌન ધારણ કરેલા છે. હું પોતાના સિદ્ધાંતો પર પૂર્ણતઃ કાયમ છુ કે અમુક લોકોના ખોટા કામોના કારણે સમગ્ર સમુદાયને ખોટા ઠેરવવા યોદ્ય નથી. હાલમાં જ આપણા પ્રધાનમંત્રીએ પણ કહ્યુ કે આપણી લડાઈ આતંકવાદ અને માનવતાના દુશ્મનો સામે છે. આપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથી. વિદેશ મંત્રીનું પણ કહેવુ હતુ કે આપણી લડાઈ પાકિસ્તાન સામે નથી, આપણી લડાઈ આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારા વિચારો સામે છે.' સિદ્ધુના આ નિવેદન માટે પણ વિવાદ શરૂ થઈ ગયો છે.

કેટલા આતંકી મર્યા એ ગણવુ અમારુ કામ નથી

કેટલા આતંકી મર્યા એ ગણવુ અમારુ કામ નથી

એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વિશે પૂછાવા પર ધનોઆએ એર સ્ટ્રાઈક વિશે જણાવતા કહ્યુ કે આપણે બાલાકોટમાં પોતાના ટાર્ગેટને હિટ કર્યો હતો. તેમણે કહ્યુ કે હુમલામાં કેમ્પ નષ્ટ થયો એટલા માટે પાકિસ્તાન રઘવાયુ થયુ. એર સ્ટ્રાઈક પર પહેલી વાર બોલતા ધનોઆએ કહ્યુ કે જો બોમ્બ જંગલમાં પડ્યો હોત તો જવાબ ના આવત. ધનોઆએ કહ્યુ કે એફ-16 મિસાઈલના ટૂકડા અમને મળ્યા છે, નિશ્ચિત રીતે તેમણે (પાકિસ્તાન) એફ-16 ફાઈટર વિમાનનો ઉપયોગ કર્યો. ધનોઆએ કહ્યુ કે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યુ હતુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાને એફ-16 વિશે અમેરિકા સાથે થયેલી સમજૂતી તોડી.

English summary
Were You Uprooting Terrorist Or Trees? Asked Navjot Singh Sidhu On Air Strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X