For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંકુરામાં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી- 2 મઈ, દીદી ગઈ

બાંકુરામાં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી- 2 મઈ, દીદી ગઈ

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઈ અહીં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવવું શરૂ કરી દીધું છે. તમામ પાર્ટીઓએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે જ્યારે હું લોકસભા ચૂંટણીના સમયે તમારો આશિર્વાદ માંગવા આવ્યો હતો, ત્યારે દીદીએ અહીં શું શું કર્યું હતું. રેલી ગ્રાઉન્ડ સુધી આવતા બધા રસ્તા બંધ કરાવી દીધા હતા, ટેંટ હાઉસથી ખુરશીઓ પણ ના મળે એટલે પોલીસ લગાવી દીધી હતી.

pm modi

તેમણે કહ્યું કે બાંકુરાની આ તસવીર સાક્ષી છે કે બંગાળના લોકોએ ધારી લીધું કે- 2 મઈ, દીદી ગઈ. આગળ પીએમ મોદીએ કહ્યું કે 'आशोल पॉरिबोर्तोन' બંગાળના ગૌરવને વધારવા માટે, બંગાળમાં એક એવી સરકાર લગાવવા માટે જે ગરીબોની સેવા કરી, તેમની તકલીફો દૂર કરે.

પીએમ મોદીએ કહ્યું કે अशोल पॉरिबोर्तन- પશ્ચિમ બંગાળમાં એક એવી સરકાર લગવવા માટે જે ભ્રષ્ટાચારીઓ પર સખ્ત કાર્યવાહી કરે, આરોપીઓને જેલ મોકલે. બંગાળમાં ભાજપ આ પરિવર્તન લાવી બતાવશે. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે બાંકુરા આવ્યો છું, તો અહીં રામપાડાની બહેનો અને ભાઈઓને પણ વિશેષ રીતે રામ રામ કહીશ. તેમણે કહ્યું કે રામપાડાની ચર્ચા આજકાલ આખા દેશમાં છે. રામપાડામાં તમે રામ પુકારશો તો હરેક ઘરેથી રામ નિકળશે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દીદીના લોકો દીવાર પર તસવીરો બનાવી રહ્યા છે. તસવીરોમાં દીદી મારા માથા પર પોતાનો પગ મારી રહી છે. મારાં માથાં સાથે ફુટબોલ રમી રહી છે. દીદી તમે બંગાળના સંસ્કાર અને મહાન પરંપરાનું અપમાન કેમ કરી રહ્યા છો? આ બંગાળ તો દેશને દિશા આપનાર છે.

પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- શું પીએમ મોદી ક્યારેય ચાના બગીચે ગયા છે?પ્રિયંકા ગાંધીએ પૂછ્યું- શું પીએમ મોદી ક્યારેય ચાના બગીચે ગયા છે?

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કા માટે 27 માર્ચે, બીજા તબક્કા માટે 1લી એપ્રિલે, ત્રીજા તબક્કા માટે 6 એપ્રિલે, ચોથા તબક્કામાં 10 એપ્રિલે, પાંચમા તબક્કા માટે 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કા માટે 22 એપ્રિલે, સાતમા તબક્કા માટે 26 એપ્રિલે અને આઠમા તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. જ્યારે આસામની 126 સીટ માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. મતદાન માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલની તારીખ જાહેર કરાઈ છે. 2 મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ જશે.

English summary
West Bengal Assembly Election: PM Narendra Modi Addresses Rally in Bankura
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X