For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TMC vs BJP in West Bengal: પશ્ચિમ બંગાળ રુઝાનોમાં ટીએમસી આગળ, 200નો આંકડો કર્યો પાર

આજે સૌની નજર પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર ટકેલી છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે મુકાબલો ભાજપ અને ટીએમસી વચ્ચે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી સહિત પાંચ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીની આજે મતોની ગણતરી થઈ રહી છે. પરંતુ આજે સૌની નજર પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર ટકેલી છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે મુકાબલો ભાજપ અને ટીએમસી વચ્ચે છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળમાં શરૂઆતના રૂઝાનોમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર થતી દેખાઈ રહી હતી પરંતુ હવે લેટેસ્ટ રુઝાનમાં ટીએમસીએ 200 સીટોનો આંકડો સ્પર્શી લીધો છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટો છે પરંતુ 292 સીટો પર જ મતગણતરી કરવામાં આવી રહી છે. બે સીટો પર ઉમેદવારોના મોત બાદ ચૂંટણી થઈ શકી નથી.

modi mamta

- રુઝાન સવારે 10.45 વાગ્યા સુધીઃ બંગાળની 292 સીટોમાંથી 172 સીટોના અધિકૃત રુઝાન સામે આવી ગયા છે. જેમાંથી 112 સીટો પર તૃણમૂલ કોંગ્રેસ અને 58 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યુ છે.

- ટૉલીગંજથી ભાજપના બાબુલ સુપ્રીયો પાછળ ચાલી રહ્યા છે. ટીએમસી છોડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીથી આગળ ચાલી રહ્યા છે. એક્ઝીટ પોલમાં પણ પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર ભાજપ અને ટીએમસી વચ્ચે ચાલી રહી છે.

- ટીવી ચેનલ સાથે વાત કરતા ટીએમસી નેતા સાકિર અલીએ કહ્યુકે રાજ્યમાં તેમની જ પાર્ટી સરકાર બનાવવાની છે. અમને પૂરો ભરોસો છે કે જનતાએ અમને નિરાશ નથી કર્યા.

Kerala election results: LDFની સત્તામાં વાપસીના અણસારKerala election results: LDFની સત્તામાં વાપસીના અણસાર

- પશ્ચિમ બંગાળમાં 1113 મતદાન કેન્દ્રો પર કાઉન્ટિંગ થઈ રહ્યુ છે. કોવિડ-19 નિયમોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે રાજ્યમાં ગઈ ચૂંટણીથી અનેક ગણા વધુ કાઉન્ટિંગ સેન્ટર બનાવ્યા છે જેથી સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવામાં આવી શકે. બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી હતી. બંગાળમાં ચૂંટણી 27 માર્ચ 2021થી શરૂ કરાવી ગતી અને 29 એપ્રિલે છેલ્લા તબક્કાની ચૂંટણી થઈ.

English summary
west bengal assembly elections results 2021 tough contest between tmc and bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X