For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ ચૂંટણી પંચ પાસે ભાજપની માંગ, ચૂંટણીના 15 દિવસ પહેલા રાજ્યમાં CAPFની કરો તૈનાત

ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચને રાજ્યમાં CAPFની તૈનાતી કરવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

West Bengal Assembly election 2021 Update News: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ પણ હવે તૈયારીઓમાં લાગી ગયુ છે. ગુરુવારે(21 જાન્યુઆરી) મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાના નેતૃત્વમાં ચૂંટણી પંચ (ECI)ની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી. આ દરમિયાન ચૂંટણી પંચની ટીમે બધા રાજકીય દળો સાથે બેઠક કરી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે રાજ્યમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે. ત્યારબાદથી જ ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચને રાજ્યમાં CAPFની તૈનાતી કરવાની માંગ કરી છે.

election commission

ચૂંટણી પંચને પત્ર લખીને ભાજપે કહ્યુ છે કે રાજ્યની સ્થિતિને જોતા ચૂંટણીના કમસે કમ 15 દિવસ પહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ બળ(Central Armed Police Forces (CAPF)ની તૈનાતી કરવામાં આવે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં ભાજપે એ પણ માંગ કરી છે કે બધા પોલિંગ સ્ટેશન્સની અંદર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવે જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવી શકાય.

ભાજપનો દાવો -રાજ્યમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓનુ નિરીક્ષણ કરવા માટે ચૂંટણી પંચની ટીમે બધા રાજકીય દળો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપ નેતાઓએ ચૂંટણી પંચને કહ્યુ કે રાજ્યમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે. આ બેઠકમાં ભાજપ નેતાઓએ ચૂંટણી પંચને કહ્યુ છે કે મતદાતા સૂચિને ઑડિટ કરવામાં આવે. ભાજપ નેતાઓએ બેઠકમાં આરોપ લગાવ્યા છે કે રાજ્યની સીમાવાળા વિસ્તારોમાં મતદાતા સૂચિમાં બાંગ્લાદેશી નાગરિકોને પણ જગ્યા આપવામાં આવી છે. આ બેઠકમાં ભાજપ તરફથી દિલીપ ઘોષ, સ્વપન દાસ ગુપ્તા અને સબ્યાસાચી દત્ત હાજર હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણીમાં 2019ની લોકસભા ચૂંટણીના અપેક્ષા 25 ટકા વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. ચૂંટણી પંચની ટીમ હાલમાં એપ્રિલ-મેમાં યોજાનાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે હાલમાં રાજ્યના પ્રવાસે છે.

રવિ વલયઃ અપયશ, અપમાનનુ કારણ બને છેરવિ વલયઃ અપયશ, અપમાનનુ કારણ બને છે

English summary
West Bengal: BJP writes to Election Commission that CAPF must be deployed at least 15 days before polling day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X