પશ્ચિમ બંગાળમાં આજે પેટાચૂંટણી, મમતા બેનર્જી માટે સાખની લડાઈ
પશ્ચિમ બંગાળમાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અહીં ભાબનીપુર વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યુ છે જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. અહીં ભવાનીપુર વિધાનસભા સીટ પર મતદાન થઈ રહ્યુ છે જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે. ભવાનીપુર ઉપરાંત જાંગીપુર અને સમસેરગંડ વિધાનસભા સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યુ છે. અહીં મતદાન સવારે 7 વાગે શરુ થઈ ગયુ છે. આ બધી સીટો પર મતોની ગણતરી 3 ઓક્ટોબરે થશે ભવાનીપુર વિધાનસભા સીટ એટલા માટે પણ પ્રતિષ્ઠાનો વિષય છે કારણકે અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે. વાસ્તવમાં મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સુવેન્દુ અધિકારી સામે નંદીગ્રામમાં ચૂંટણી હારી ગયા હતા.

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સીટ પશ્ચિમ બંગાળના કૃષિ મંત્રી શોભદેવ ચટ્ટોપાધ્યાયના કારણે ખાલી થઈ હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ આ સીટ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. હાલમાં મમતા બેનર્જી ધારાસભ્ય નથી અને તેમને મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવા માટે જીતવુ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રિયંકા તિબરવાલ મમતા સામે આ સીટ પર ઉભા છે. મમતા વ્યવસાયે વકીલ છે અને પશ્ચિમ બંગાળ ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે. ચૂંટણી બાદ રાજ્યમાં થયેલી હિંસા સામે મમતાએ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. ત્યારબાદ કોર્ટે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. વળી, સીપીઆઈએમે શ્રીજીવ બિશ્વાસને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તે પણ ભવાનીપુર સીટથી મમતા બેનર્જીને પડકારશે. શ્રીજીવ પણ વ્યવસાયે વકીલ છે.
પેટા ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાના પૂરતી કરવામાં આવી છે. સીએપીએની 20 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર આમાંથી 7 કંપનીઓ સીઆરપીએફની છે. પાંચ કંપનીઓ સીઆઈએસએફ તેમજ આઈટીબીપીની છે અને 3-4 કંપનીએ એસએસબીની છે.ચૂંટણી પંચના નિર્દેશ પર કોલકત્તાં પોલિસે અહીં કલમ 144 લાગુ કરી દીધી છે. મતદાન કેન્દ્રની 200 મીટર અંતર સુધી લોકો એકઠા થઈ શકશે નહિ. આ પ્રતિબંધ સાંજે મતદાન ખતમ થાય ત્યાં સુધી લાગુ રહેશે.
તમને જણાવી દઈએ કે સમરેસગંજમાં 26 એપ્રિલે એટલા માટે મતદાન નહોતુ થઈ શક્યુ કારણકે કોંગ્રેસ ઉમેદવાર રેજુલ હકનુ મૃત્યુ થઈ ગયુ હતુ. વળી, જાંગીપુરની વાત કરીએ તો અહીં આરએસપીના ઉમેદવાર પ્રદીપ નંદીનુ મૃત્યુ થઈ ગયુ હતુ. જેના કારણે બંને સીટો પર ચૂંટણી થઈ શકી નહોતી. ટીએમસી નેતા જાકિર હુસેન અને અમીરુલ ઈસ્લામ જાંગીપુર અને સમસેરગંજ સીટથી પાર્ટીના ઉમેદવાર છે. સીપીઆઈએ મોહમ્મદ મુદસ્સર હસનને સમશેરગંજ સીટથી અને જૈન આલમ મિગ્યાને જાંગીપુરથી મેદાનમાં ઉતાર્યા છે. મિલન ઘોષ સમશેરગંજ સીટથી ભાજપના ઉમેદવાર છે. સુજીત દાસ જાંગીપુર સીટથી ભાજપ ઉમેદવાર છે.












Click it and Unblock the Notifications
