For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ ચોથા તબક્કાનુ મતદાન ચાલુ, પીએમ મોદી અને મમતા બેનર્જીએ ભારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી હેઠળ આજે ચોથા તબક્કાનુ મતદાન ચાલુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી કહ્યુ, 'પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાનુ મતદાન શરૂ થઈ ચૂક્યુ છે, હું લોકોને અપીલ કરુ છુ કે તે ભારે સંખ્યામાં મતદાન કરે. હું ખાસ કરીને યુવાનો અને મહિલાઓને આમ કરવાની અપીલ કરુ છુ.'
વળી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વિટરના માધ્યમથી લોકોને ભારે માત્રામાં મતદાન કરવાની અપીલ કરી. તેમણે કહ્યુ, 'હું ભાઈઓ અને બહેનોને અપીલ કરુ છુ કે તે મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળે અને પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરે.'

pm modi

ચોથા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 44 વિધાનસભા સીટો પર મત આપવામાં આવી રહ્યા છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. 44 સીટો પર 370 ઉમેદવારો પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે જેમાં અભિનેતા, સાંસદ અને ક્રિકેટરો પણ શામેલ છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર, દક્ષિણ 24 પરગના, હાવડા અને હુગલીમાં આજે મતદાન થઈ રહ્યુ છે. ટૉલીગંજમાં ભાજપ નેતા બાબુલ સુપ્રિયોનો સામનો ટીએમસી ઉમેદવાર અને અભિનેતા અનૂપ બિશ્વાસ સાથે થઈ રહ્યો છે. વળી, ટીએમસીની પ્રથા ચેટર્જીનો સામનો અભિનેત્રી અને ભાજપ ઉમેદવાર સરબંતી ચેટર્જી સાથે બંગાળની બેહલા વેસ્ટ સીટ પર થઈ રહ્યો છે.

આ ઉપરાંત જાણીતી અભિનેત્રી પાયલ સરકાર બેહલા પૂર્વ વિધાનસભા સીટ પર ટીએમસી ઉમેદવાર અને ક્રિકેટર મનોજ તિવારીને પડકારી રહ્યા છે. આ બધી 44 સીટો પર 1.15 કરોડ મતદારો 370 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. આ 44 સીટો પર મતદાન માટે 16,000 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 80,000 સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનુ પરિણામ 2મેના રોજ જાહેર કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ હજુ સુધી કેમ નથી લગાવી કોરોના વેક્સીનઃ રવિશંકરરાહુલ ગાંધીએ હજુ સુધી કેમ નથી લગાવી કોરોના વેક્સીનઃ રવિશંકર

English summary
West Bengal Election 2021: PM Modi and Mamata Banerjee appeal to vote in large numbers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X