West Bengal Exit Poll Result 2021: એબીપી-સીવોટરના એક્ઝીટ પોલમાં ટીએમસીને બહુમત

આજે એક્ઝીટ પોલમાં જાણો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી જળવાઈ રહેશે. ભાજપ કમાલ કરશે કે પછી કોંગ્રેસ-ડાબેરી ગઠબંધન વાપસી કરશે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આઠમાં અને અંતિમ તબક્કાનુ વોટિંગ આજે ખતમ થઈ ગયુ છે. અલગ-અલગ ચેનલો અને એજન્સીઓ પોતાના એક્ઝીટ પોલ જારી કરી રહી છે. એક્ઝીટ પોલ જણાવી રહ્યા છે કે બંગાળમાં કોની સરકાર બનવા જઈ રહી છે. બંગાળમાં ચૂંટણી પરિણામો બેમેના રોજ આવશે એ પહેલા આજે એક્ઝીટ પોલમાં જાણો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી જળવાઈ રહેશે. ભાજપ કમાલ કરશે કે પછી કોંગ્રેસ-ડાબેરી ગઠબંધન વાપસી કરશે.

west bengal

એબીપી-સીવોટરનો એક્ઝીટ પોલ

એબીપી ન્યૂઝ અને સી વોટરના એક્ઝીટ પોલમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સૌથી વધુ વોટ મેળવી રહ્યા છે. પોલ મુજબ બંગાળમાં ટીએમસીને 42 ટકા વોટ મળી શકે છે જ્યારે ભાજપને 39.2 ટકા વોટ મળી શકે છે. કોંગ્રેસને 15.4 ટકા વોટ જ્યારે અન્યના ખાતામાં 3.3 ટકા વોટ જશે. પોલમાં રાજ્યમાં 292 સીટો ટીએમસીને 152થી 164 સીટો મળી શકે છે. એટલે કે મમતા બેનર્જીને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. ભાજપને 109થી 121 સીટો મળી શકે છે. વળી, કોંગ્રેસના ખાતામાં 14થી 25 સીટો જઈ શકે છે.

ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટાર્ટ

ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટાર્ટના એક્ઝીટ પોલમાં પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની વાપસી થઈ રહી છે. ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટાર્ટે ટીએમસીને 292માંથી 152-162 સીટો આપી છે. ભારતીય જનતા પાર્ટીને 115થી 125 સીટો મળી શકે છે. વળી, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનને 16-26 સીટો મળશે.

પશ્ચિમ બંગાળમાં ઈટીજી રિસર્ચે ટીએમસીની સરકાર બનવાની વાત કહી છે. એક્ઝીટ પોલમાં ટીએમસીને 164થી 176, ભાજપને 105થી115 અને કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 10થી 15 સીટો મળવાની વાત કહેવામાં આવી છે.

રિપલ્બિક ભારતના એક્ઝીટ પોલ

રિપલ્બિક ભારતે પોતાના એક્ઝીટ પોલમાં ટીએમસીને 128-138 સીટો આપી છે. વળી, બીજી તરફ આ એક્ઝીટ પોલમાં ભાજપને સૌથી મોટી પાર્ટી ગણાવવામાં આવી છે. ભાજપને 138થી 148 સીટો આપવામાં આવી છે. લેફ્ટ અને કોંગ્રેસના ગઠબંધનને 11-21 સીટો પોલમાં આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X