Video: હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત દરમિયાન ભાવુક થયા પીએમ મોદી
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન અચાનક એક મોટી દુર્ઘટના થયી.
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન અચાનક એક મોટી દુર્ઘટના થયી. જે સમયે પ્રધાનમંત્રી મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે રેલી સ્થળના હિસ્સા પર લગાવેલું ટેન્ટ પડી ગયું. આ દુર્ઘટનામાં 20 કરતા પણ વધારે લોકો ઘાયલ થવાની ખબર છે. જેવી આ ઘટના થયી તરત જ પીએમ મોદીએ તેમની સુરક્ષામાં હાજર એસપીજી જવાનોને ઘાયલ લોકોની મદદ કરવા માટે મોકલ્યા. એટલું જ નહીં પરંતુ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ મોકલ્યા પછી પીએમ મોદી તરત જ ઘાયલોની ખબર લેવા માટે હોસ્પિટલ પહોંચી ગયા. આ દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેલા એક વ્યક્તિ સાથે વાત કરતા પીએમ મોદી અચાનક ભાવુક થઇ ગયા.

પીએમ મોદીની રેલી દરમિયાન ટેન્ટ પડ્યો
આ આખો મામલો ત્યારે સામે આવ્યો જયારે પીએમ મોદી કિસાન રેલી સંબોધિત કરવા માટે વેસ્ટ મિદનાપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની રેલીના એક હિસ્સાનો ટેન્ટ પડી ગયો અને અફરાતફરી મચી ગયી. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પીએમ મોદી જાતે ઘાયલોની ખબર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેલા એક વ્યક્તિ સાથે વાત કરતા પીએમ મોદી અચાનક ભાવુક થઇ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા.

ભાવુક થયા પીએમ
હોસ્પિટલમાં હાજર રહેલા એક વ્યક્તિ સાથે વાત કરતા પીએમ મોદી અચાનક ભાવુક થયા. આ દરમિયાન એક ઘાયલ વ્યક્તિએ તેમની પાસે ઑટોગ્રાફ માંગ્યો ત્યારે પ્રધાનમંત્રીએ તેની ઈચ્છા પુરી કરી. આપણે જણાવી દઈએ કે ઘાયલ થયેલા લોકોને મિદનાપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જે સમયે પંડાલ પડ્યો ત્યારે પ્રધાનમંત્રી મોદી ભાષણ આપી રહ્યા હતા.

ખેડૂતોને વધારે એમએસપી મળે
આ પહેલા મિદનાપુર કિસાન રેલીમાં પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીજી સરકારો ઘ્વારા ખેડૂતો સાથે હંમેશા દગો કરવામાં આવ્યો છે. પરંતુ તેમની સરકારે ખરેખર ખેડૂતો માટે કામ કર્યું છે. તેમને કહ્યું કે ખેડૂતોને વધારે એમએસપી મળે તેના માટે સરકારે કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
