West Bengal: બંગાળના બે લોકસભા મત વિસ્તારમાં પુનર્મતદાન આજે, જાણો ફરીથી વોટિંગ માટેના કારણ
Lok Sabha Election 2024: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં લોકસભાની બે બેઠકો માટે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. સોમવારે એટલે કે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. સાતમાં તબક્કા હેઠળ આ બંને બેઠકો પર મતદાન યોજાયું હતું, જેને રદ કરીને ECIએ ફરીથી મતદાન યોજવાનો નિર્ણય લીધો હતો.
પશ્ચિમ બંગાળના બારાસત મતવિસ્તારનું બૂથ દેગંગા વિધાનસભા મતવિસ્તારમાં કદમબાગચી સરદાર પરા એફપી સ્કૂલમાં આવેલું છે. જ્યારે મથુરાપુરનું બૂથ કાકદ્વીપ વિધાનસભા ક્ષેત્રમાં આવેલું છે. આ બૂથ પર 1 જૂને મતદાન થયું હતું. પરંતુ ચૂંટણી પંચે તેને રદ કરી દીધુ હતુ.

ચૂંટણી પંચના આદેશ અનુસાર અહીં 3 જૂને એટલે કે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફરીથી મતદાન થશે. વાસ્તવમાં, ચૂંટણી અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને સંબંધિત નિરીક્ષકોના અહેવાલના આધારે ચૂંટણી પંચે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન, ભાજપે ચૂંટણી પંચને પત્ર લખીને ડાયમંડ હાર્બર લોકસભા બેઠકના કેટલાક મતદાન મથકો પર પુનઃ મતદાનની માંગણી કરી છે, જ્યાં 1 જૂને મતદાન થયું હતું.












Click it and Unblock the Notifications
