For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળ ચૂંટણીઃ 85 વર્ષીય મહિલાના મોત બાદ TMC પર હુમલાવર થયુ BJP, જાણો કોણે શું કહ્યુ?

શોવા મજૂમદારની મારપીટ કરવાના આરોપમાં ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લાના નિમટા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) કાર્યકર્તાઓ દ્વારા કથિત રીતે મારપીટના એક મહિના બાદ સોમવાર(29 માર્ચ) ભાજપ કાર્યકર્તાના 85 વર્ષીય માતાનુ નિધન થઈ ગયુ. વૃદ્ધ મહિલાનુ નામ શોવા મજૂમદાર હતુ. શોવા મજૂમદારની મારપીટ કરવાના આરોપમાં ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યા છે. મહિલાના મોત બાદ એક વાર ફરીથી ટીએમસી પર ભાજપ હુમલાવર થયુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને ટીએમસી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યુ છે. અમિત શાહે કહ્યુ કે દીદીને શોવા મજૂમદારના પરિવારનુ દુઃખ લાંબા સમય સુધી હેરાન કરશે. વળી, સ્મૃતિ ઈરાનીએ કહ્યુ છે કે શોવા મજૂમદારનો વાંક ખાલી એટલો હતો કે તે એક ભાજપ કાર્યકર્તાની માતા હતા. જેપી નડ્ડાએ કહ્યુ, દીકરા ગોપાલ મજૂમદારના ભાજપ કાર્યકર્તા હોવાના કારણે તેમણે(મહિલા)એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

26 ફેબ્રુઆરીએ થયો હતો BJP કાર્યકર્તા અને તેમની મા પર હુમલો

26 ફેબ્રુઆરીએ થયો હતો BJP કાર્યકર્તા અને તેમની મા પર હુમલો

પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લાના નિમટામાં 28 ફેબ્રુઆરી 2021એ ભાજપ કાર્યકર્તા ગોપાલ મજૂમદાર અને તેની 85 વર્ષીય વૃદ્ધ માતા શોભા મજૂમદાર પર અમુક બદમાશોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં શોવા મજૂમદાર ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. ભાજપે એ વખતે પણ ટીએમસી પર આ હુમલા માટે જોરદાર નિશાન સાધ્યુ હતુ અને શોભા મજૂમદારને બંગાળની દીકરી કહી હતી. 28 ફેબ્રુઆરીએ ઘાયલ થયા બાથી શોભાનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. ઘટનાના એક મહિના બાદ શોભાનુ સોમવાર(29 માર્ચ) હોળીના દિવસે હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. શોભા મજૂમદારના નિધન બાદ ભાજપ ટીએમસી પર હુમલાવર થઈ ગઈ છે.

અમિત શાહે ટ્વિટ કરીને મમતા બેનર્જી પર સાધ્યુ નિશાન

85 વર્ષીય વૃદ્ધ શોભા મજૂમદારની હત્યા પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ, 'પશ્ચિમ બંગાળની દીકરી શોભા મજૂમદારજીના નિધનથી મન દુઃખી છે. ટીએમસીના ગુંડાઓએ તેમને એટલી નિર્દયતાથી માર્યા હતા કે તેમનુ મોત થઈ ગયુ. શોવા મજૂમદારના પરિવારનુ દુઃખ અને પીડા મમતા દીદીને લાંબા સમય સુધી પીછો નહિ છોડે. બંગાળ કાલે હિંસા મુક્ત ભારત માટે લડશે, બંગાળમાં આપણી બહેનો અને માતાઓ માટે એક સુરક્ષિત રાજ્યની લડાઈ લડશે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ - ટીએમસીની ગુંડાઓએ મહિલાને...'

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટીએમસી પર નિશાન સાધીને કહ્યુ, 'ટીએમસીના ગુંડાઓએ 80 વર્ષીય વૃદ્ધ મહિલાને માર્યા. તેમનો ગુનો એ હતો કે તેમનો દીકરો ભાજપ કાર્યકર્તા હતો. તેમની એટલી નિર્દયતાથી મારપીટ કરવામાં આવી કે તેમનુ(શોવા મજૂમદાર)નુ મોત થઈ ગયુ. પશ્ચિમ બંગાળની ચૂંટણી એ બધી મહિલાઓને ન્યાય અપાવશે જેમને ટીએમસીના ગુંડા રાજના કારણે બળાત્કાર, ઉત્પીડન અને હત્યા જેવી ઘટનાઓ થઈ છે. આ ચૂંટણીમાં અસંખ્ય મહિલાઓને ન્યાય અપાવવા માટે મતદાન થશે.'

જેપી નડ્ડાએ શું કહ્યુ?

શોવા મજૂમદારનો ફોટો શેર કરીને જેપી નડ્ડાએ ટ્વિટ કર્યુ, 'ઈશ્વર, નિમટાના વૃદ્ધ મા શોભા મજૂમદારજીની આત્માને શાંતિ આપે, દીકરા ગોપાલ મજૂમદારના ભાજપ કાર્યકર્તા હોવાના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તેમનુ બલિદાન સદૈવ યાદ કરવામાં આવશે. તે પણ બંગાળની મા, બંગાળની દીકરી હતા. ભાજપ હંમેશા મા અને દીકરીની સુરક્ષા માટે લડતુ રહેશે.'

પ.બંગાળ ચૂંટણીઃ ECએ જપ્ત કરી 249 કરોડની કેશ, દારુ, ડ્રગ્ઝપ.બંગાળ ચૂંટણીઃ ECએ જપ્ત કરી 249 કરોડની કેશ, દારુ, ડ્રગ્ઝ

English summary
West Bengal: Reaction of BJP on 85 years old mother of a BJP worker died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X