For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું?

કિસાન બિલ પાસ થવા પર પી ચિદમ્બરમે મોદી સરકારને પૂછ્યું, જૂના વચનોનું શું થયું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ખેડૂતો સાથે જોડાયેલ ત્રણેય બિલ આજે વિપક્ષના ભારી હંગામા વચ્ચે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. પરંતુ આ બિલ પાસ થયા બાદ પણ વિપક્ષનો વિરોધ યથાવત છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આ બિલ પાસ થયા બાદ મોદી સરકાર પર નિશાન સાધતા જૂના વચનોને યાદ અપાવ્યા. ચિદમ્બરમે કહ્યું, શું મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન પૂરું કર્યું? શું મોદી સરકારે દર વર્ષે 2 કરોડ નોકરી પેદા કરવાનું પચન પૂરું કર્યું? શું મંત્રી અને સરકારને લાગે છે કે ખેડૂતો એટલા બેવકૂફ છે કે સરકારના કોરા વચનો પર વિશ્વાસ કરી લેશે? શું મોદી સરકારે તમામ ભારતીયોના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાનું વચન પૂરું કર્યું?

p chidambaram

પી ચિદમ્બરમે કહ્યું કે કૃષિ મંત્રીનું કહેવું છે કે સરકાર ગેરેન્ટી આપશે કે ખેડૂતોને MSP મળશે. ખાનગી વેપાર આજે પણ થાય ચે, પરંતુ ખેડૂતોને આપવામાં આવતા ટેકાના ભાવની સરખામણીએ ઘણો ઓછો હોય છે. જો કૃષિ મંત્રી જાદુઈ રૂપે MSP સુનિશ્ચિત કરી શકે છે તો તેમણે અત્યાર સુધી આવું કેમ ના કર્યું? જણાવી દઈએ કે જેવી રીતે આજે સદનમાં હંગામો થયો અને વિપક્ષના નેતા ઉપસભાપતિની વેલમાં ઘૂસી ગયા, કાગળ ફાડ્યાં, ઉપસભાપતિનું માઈક તોડી નાખ્યું, તે બાદ સરકાર અને વિપક્ષ આમને સામને છે.

જ્યારે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે બાહુબલી મોદી સરકારે જબરદસ્તી કિસાન બિલ પાસ કરાવ્યું છે. આનાથી વધુ કાળો દિવસ બીજો કોઈ હોય ના શકે. દેશના ખેડૂતો મોદી સરકારને ક્યારેય માફ નહિ કરે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના જોરદાર હંગામા વચ્ચે આજે રાજ્યસભાએ પણ કૃષિ બિલને પાસ કરાવી દીધું. વિપક્ષી દળ આ બિલને લઈ સરકારની આકરી આલોચના કરી રહી છે.

કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યુંકૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું

આ દરમ્યાન કોંગ્રેસ સાંસદ અહમદ પટેલે જણાવ્યું કે આ દિવસને ઈતિહાસમાં કાળઆ દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે, જેવી રીતે આ બિલ પાસ કરાવવામાં આવ્યું, તે લોકતંત્રની હત્યા સમાન છે. 12 વિપક્ષી દળોએ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશને લોકતાંત્રિત પરંપરાઓની રક્ષા કરવાને બદલે લોકતાંત્રિક પરંપરાઓ અને પ્રતિક્રિયાઓને નુકસાન પહોંચાડ્યું ચે. માટે અમે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો ફેસલો લીધો છે.

English summary
what happened to old promises? p chidambaram questions government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X