• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિવમોગા ઘટનામાં અનેક લોકોનો જીવ લેનાર જિલેટિન સ્ટિક શું હોય છે અને કેમ છે જોખમી?

By BBC News ગુજરાતી
|

ગુરુવારે રાત્રે કર્ણાટકના શિવમોગા શહેર નજીક આવેલ એક ખાણ પાસે વિસ્ફોટ થતાં આઠ લોકો મૃત્યુ પામ્યા છે.

વિસ્ફોટ રાત્રે 10.30 વાગ્યે અબલ્લાગેરેમાં આવેલી એક પથ્થરની ખાણ પાસે થયો હતો. વિસ્ફોટનું કંપન શિવમોગાની સાથે-સાથે પાડોશી જિલ્લાઓ ચિકમંગલુરુ અને દેવનગેરેમાં પણ અનુભવાયું હતું.

શરૂઆતમાં આ રહસ્યમય અવાજને લોકો ભૂકંપ સમજી બેઠા હતા અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

https://twitter.com/ANI/status/1352364919065247745

એક પોલીસકર્મીએ બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીને જણાવ્યું કે ટ્રકમાં જિલેટિનનો મોટો જથ્થો હતો.

ધ હિંદુના અહેવાલ મુજબ ટ્રકની અંદર મૂકવામાં આવેલી જિલેટિન સ્ટિકમાં અગમ્ચ કારણોસર વિસ્ફોટ થતાં આ ઘટના ઘટી છે. કર્ણાટકના મુખ્ય મંત્રી બી.એસ. યેદુરપ્પાએ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે.

શુક્રવારે એક ટ્વિટમાં તેમણે મજૂરોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ઘટનામાં સામેલ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું કે, શિવમોગાની ઘટનામાં લોકોના મૃત્યુ થવાની ઘણું દુઃખ થયું છે. મૃતકોના પરિવારોને મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના. રાજ્ય સરકાર ઘટનામાં અસર થયેલા દરેક વ્યક્તિ સુધી મદદ પહોંચાડી રહી છે. અહેવાલો અનુસાર હજુ ઘટનાસ્થળે હજુ પણ રાહતકાર્ય ચાલી રહ્યું છે.


શું છે જિલેટિન સ્ટિક?

જિલેટિન એક પ્રકારનું શક્તિશાળી વિસ્ફોટક છે, જે વૉટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે. તે જેલી પ્રકારનું હોય છે જે નાઇટ્રોગ્લિસરીન અને સેલ્યૂલોસ નાઇટ્રેટથી બને છે.

તેમાં વિવિધ ફિલર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લાકડાનો ભૂકો અને સોડિયમ નાઇટ્રેટનો પણ સામેલ છે. જિલેટિન સ્ટિકમાં વિસ્ફોટ કરવા માટે ડિટૉનેટરનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે જિલેટિન બે પ્રકારના હોય છે.

સ્ટ્રેટ જિલેટિન - તેની 13000 - 23000 ફૂટ પ્રતિ સેકંડની વિસ્ફોટ કરવાની ક્ષમતા હોય છે. પાણી સામે બહુ સારી રીતે ટકી શકે છે અને મટીરિયલ પણ મજબૂત ગણાય છે.

એમોનિયા જિલેટિન- આ સ્ટ્રેટ જિલેટિનની જેમ જ હોય છે. આમાં નાઇટ્રોગિલ્સરીનની જગ્યાએ એમોનિયમ નાઇટ્રેટ અને સોડિમ નાઇટ્રેટ અને કાર્બન ઈંઘણનો ઉપયોગ કરવામાં આવે છે. તેની 10000 - 23000 ફૂટ પ્રતિ સેકંડ વિસ્ફોટ કરવાની ક્ષમતા હોય છે. પાણી સામે બહુ સારી રીતે ટકી શકે છે.

https://twitter.com/bbcnewsgujarati/status/1352523360115302400

બ્રિટાનિકા વેબસાઇટ અનુસાર જિલેટીનની શોધ વિખ્યાત વિજ્ઞાની ઍલ્ફ્રર્ડ નોબલે 1875માં કરી હતી અને તે જ વર્ષે તેમણે પેટન્ટ પણ કરાવી લીધી હતી.

જિલેટિન પહેલાં ગન પાવડર અને નાઇટ્રોગ્લિસરીનનો ખાણમાં વિસ્ફોટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરતું નાઇટ્રોગ્લિસરીન બહુ શક્તિશાળી વિસ્ફોટક હોવાના કારણે સુરક્ષિત રીતે ઉપયોગ કરવો જોખમકારક હતું.

વળી, તેને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ ઘણી મુશ્કેલી થતી હતી.

1867માં નોબલે ડાઇનેમાઈટની શોધ કરી હતી પરતું વધારે ઉન્નત વિસ્ફોટકની શોધ કરવાના પ્રયાસમાં તેમણે જિલેટિનની શોધ કરી.

તેમણે નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોસેલ્યૂલોસ સાથે ઈથર અને આલ્કોહોલના મિશ્રણને ભેળવીને જિલેટિનની શોધ કરી હતી.

નાઇટ્રોગ્લિસરીન અને નાઈટ્રોસેલ્યૂલોસને બલાસ્ટિંગ જિલેટિન જ્યારે ઈથર અને આલ્કોહોલને જિલેટિન ડાઇનેમાઇટનું નામ આપવામાં આવ્યું. ડાઇનેમાઇટ કરતાં આ ઘણું શક્તિશાળી વિસ્ફોટક પુરવાર થયું.


કેટલું જોખમી?

જિલેટિનનો ખાણ અને બાંધકામ ક્ષેત્રોમાં મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે.

ધ વાયર્ડ વેબસાઇટ અનુસાર જિલિગ્નાઇટ (જિલેટિનનું બીજું નામ) ઘણાં અંશે એક સ્થાવર છે અને તેને કાઇસ્લગેર (માટી પ્રકારનાં પદાર્થ) સાથે મિક્સ કરવામાં આવે છે.

જો જિલેટિનને ખુલ્લા હાથ સ્પર્શ કરવામાં આવે તો માથાનો દુઃખાવો ઉપડી શકે છે. વેબસાઇટ અનુસાર નાઇટ્રોગ્લિસરીન 7700 મીટર પ્રતિ સેકંડની ગતિએ વિસ્ફોટ કરે છે અને તે પણ જ્યારે નાનું ચાર્જ ડેટોનેટ કરવામાં આવ્યું હોય ત્યારે.

અમુક ચાર્જ જેમ કે તાંબાના તાર અથવા ઍલ્યુમિનિયમના તાર રેડિયો ટ્રાન્સમીટર દ્વારા પણ ડેટોનેટ કરી શકાય છે. ડાઇનેમાઇટથી વધારે શક્તિશાળી હોવાના કારણે જિલેટિનથી વિસ્ફોટ થાય છે ત્યારે તેની વધારે અસર થાય છે.


જ્યારે ઝાબુઆમાં 89 લોકો મૃત્યુ પામ્યા

ભારતમાં જિલેટિન સ્ટિકમાં વિસ્ફોટ થવાના અસંખ્ય બનાવો બન્યાં છે, જેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે.

ધ ઇકૉનૉમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર સાલ 2015માં મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાનાં પેટલાવાડ નગરમાં એક બિલ્ડિંગની અંદર વિસ્ફોટ થતાં 89 લોકો મૃત્યુ પામ્યા હતા અને 100 લોકોને ઈજાઓ થઈ હતી.

આ વિસ્ફોટમાં બે ઇમારતો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ હતી જ્યારે અનેક મકાનોને નુકસાન થયું હતું. અહેવાલ અનુસાર રાજેન્દ્ર કસાવા નામની વ્યક્તિએ ઘરની અંદર મોટા પ્રમાણમાં જિલેટિનનો સંગ્રહ કર્યો હતો અને તેમાં વિસ્ફોટ થયો હતો.

2018ની સાલમાં આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લામાં આવેલી પથ્થરની ક્વોરીમાં જિલેટિન સ્ટિકમાં વિસ્ફોટ થતાં 20 મજૂરોને ઈજાઓ થઈ હતી અને તે પૈકી 11 મજૂરો મૃત્યુ પામ્યા હતા. ક્વોરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. મૃતક મજૂરો ઓડિશાના હતા.https://www.youtube.com/watch?v=8LTWgs-qvxw

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is a gelatin stick that killed many people in Shivmoga incident and why is it dangerous?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X