For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો કોલિંગ દ્વારા સાવધાની ના રાખી તો આઈએસડી ચાર્જ લાગશે, જાણો

વીડિયો કોલિંગ દ્વારા સાવધાની ના રાખી તો આઈએસડી ચાર્જ લાગશે, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ કહ્યું કે જો ગ્રાહકોએ સાવધાની ના રાખી તો વીડિયો કોલિંગ દરમ્યાન ગ્રાહકોએ આઈએસડી ચાર્જ આપવો પડી શકે છે, એવામાં ગ્રાહકોએ વીડિયો કોલિંગ દરમિયાન થોડી સાવધાની રાખવી જરૂરી છે. ટેલીકોમ કંપનીઓ તરફથી જણાવવામાં આવ્યું કે સબ્સક્રાઈબર્સ જો જૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી ઓનલાઈન વીડિયો કોલિંગ કે મીટિંગ એપ્લિકેશન માટે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ ના કરે તો તેનું બિલ આંતરરાષ્ટ્રીય કોલિંગ રેટમાં આવશે.

એસએમએસ દ્વારા અલર્ટ જાહેર

એસએમએસ દ્વારા અલર્ટ જાહેર

આંતરરાષ્ટ્રીય કોલિંગ પર લાગતા ચાર્જને આંતરરાષ્ટ્રીય સબ્સક્રાઈબર ડાયલિંગ એટલે કે આઈએસડી ચાર્જ કહેવાય છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જણાવી રહી છે કે આ એપ્સમાં ડાયલ ઈન ફીચરનો ઉપયોગ કરવા પર ઈન્ટરનેશનલ નંબરો પર વીડિયો કોલ દરમ્યાન આઈએસડી ચાર્જ લાગશે. ટેલીકોમ રેગ્યલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડિયા અને ટેલીકોમ કંપનીઓએ ગત કેટલાક દિવસોમાં સતત અતિશય બિલ આવવાની ફરીયાદ કરી છે. જે બાદ ટ્રાઈ એસએમએસ દ્વારા અલર્ટ મોકલી રહ્યું છે.

આઈએસડી ચાર્જથી આવી રીતે બચી શકો

આઈએસડી ચાર્જથી આવી રીતે બચી શકો

વીડિયો કોલમાં આઈએસડી ચાર્જથી બચવા માટે લેપટોપ કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો જરૂરી છે અને સાથે જ બિલ્ટ ઈન વીડિયોનો ઓપ્શન પણ પસંદ કરવો પડશે. જો કોલ સ્માર્ટફોનથી કરવામાં આવે છે અને એક આંતરરાષ્ટ્રીય નંબર અથવા પ્રીમિયમ નંબર ડાયલ કરવામાં આવે છે, જ્યારે સ્માર્ટફોન એક સેલ્યુલર નેટવર્કથી જોડાયેલું હોય છે, તો આઈએસડી ચાર્જ લાગશે.

ટ્રાઈનું નોટિફિકેશન

ટ્રાઈનું નોટિફિકેશન

ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને આ મામલે નોટિફિકેશન મોકલ્યું છે. ગત કેટચલાક મહિનાઓમાં બહુ વધુ બિલ આવવાથી ઘણા ગ્રાહકો પરેશાન હતા. એવું લાગે છે કે તેમને આઈએસડી ચાર્જની જાણકારી નહોતી જે તેમના વીડિયો કોલ પર લગાવવામાં આવી રહ્યો હતો. આ ચાર્જથી ખુદને બચાવવા માટે સૌથી પ્રભાવશાળી રીત તમારા સ્માર્ટફોનથી વીડિયો કોલ કરવાનું ટાળવું છે. તમારે લેપટોપ કે કમ્પ્યુટરથી કોલ કરવો જોઈએ. આ દરેક વીડિયો કોલિંગ એપ જેમ કે જૂમ, જિયો મીટ, બ્લૂજેંસ અને અન્ય એપ પર લાગૂ થાય છે.

Gujcet 2020 Admit Card: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવીGujcet 2020 Admit Card: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી

English summary
What is an ISD charge and how to avoid it explained in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X