ગણતંત્ર સમારોહ દરમિયાન શા માટે કરાય છે ‘બીટિંગ ધ રિટ્રીટ’?

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ રાયસીના હિલ્સ અને વિજય ચોક સ્થળ પર આયોજિત થનારો ‘બીટિંગ ધ રિટ્રીટ' કાર્યક્રમ ગણતંત્ર દિવસની સમાપ્તિ બાદ 29 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે. આ આયોજનથી જ ગણતંત્ર દિવસ સમારોહનું અધિકૃત રીતે સમાપન જાહેર કરવામાં આવે છે. નોંધનીય છે કે 26 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે વિભિન્ન કાર્યક્રમો માટે તમામ મહત્વપૂર્ણ સરકારી ભવનોને ઝળહળતા કરવામાં આવે છે. આ સેનાની બેરેકમાં વાપસીનું પણ પ્રતીક દર વર્ષે 29 જાન્યુઆરી સાંજે અર્થાત ગણતંત્રના ત્રીજા દિવસે બીટિંગ ધ રિટ્રીટ આયોજિત કરવામાં આવે છે.

આ આયોજન ત્રણ સેનાઓના એક સાથે મળી સામુહિક બેન્ડ વાદનથી પ્રારંભ કરવામાં આવે છે, જે લોકપ્રિય માર્ચિગ ધૂનો વગાડે છે. ડ્રમર પણ પ્રદર્શન કરે છે. ડ્રમર દ્વારા એબાઇડિડ વિધ મી વગાડવામાં આવે છે અને ટ્યુબુલર ઘંટીઓ દ્વારા ચાઇમ્સ વગાડવામાં આવે છે, જે ઘણી જ દૂર રાખવામાં આવે છે અને તેનાથી એક મનમોહક દ્રશ્ય બનાવવામાં આવે છે. ત્યારબાદ રિટ્રીટનું બ્યુગલ વાદન થાય છે, જ્યારે બેન્ડ માસ્ટર રાષ્ટ્રપતિ સમિપ જાય છે અને બેન્ડને પરત લાવવાની અનુમતિ માગે છે, ત્યારે સૂચિત કરવામાં આવે છે કે સમાપન સમારોહ પૂર્ણ થઇ ગયો છે. બેન્ડ માર્ટ પરત જતી વેળા લોકપ્રિય ધૂનથી સારે જહાં સે અચ્છા... વગાડવામાં આવે છે. સાંજે 6 વાગ્યે બલગર્સ રિટ્રીટની ધૂન વગાડે છે અને રાષ્ટ્રીય ધ્વજને ઉતારી લેવામાં આવે છે. તથા રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ રીતે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક સમાપન થાય છે.

વર્ષ 1950માં ભારતને ગણતંત્ર બનાવવામાં આવ્યા બાદ બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ અત્યારસુધીમાં બે વાર રદ કરવો પડ્યો છે, 27 જાન્યુઆરી 2009ને વેંકટરમનનું લાંબી બીમારી બાદ આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં નિધન થયું હતું, જેના કારણે બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો, આ પહેલા 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં આવેલા ભૂકંપના કારણે બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ

બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ

નવી દિલ્હી ખાતે બીટિંગ ધ રિટ્રીટમાં હાજરી આપવા આપેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ

બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ

નવી દિલ્હી ખાતે બીટિંગ ધ રિટ્રીટમાં હાજરી આપવા આપેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ

બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિ

નવી દિલ્હી ખાતે બીટિંગ ધ રિટ્રીટમાં હાજરી આપવા આપેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી.

રાયસીના હિલ્સ

રાયસીના હિલ્સ

રાયસીના હિલ્સ અને વિજય ચોક સ્થળ પર આયોજિત થનારો ‘બીટિંગ ધ રિટ્રીટ' કાર્યક્રમ ગણતંત્ર દિવસની સમાપ્તિ બાદ 29 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિના સુરક્ષા જવાનો

રાષ્ટ્રપતિના સુરક્ષા જવાનો

નવી દિલ્હી ખાતે બીટિંગ ધ રિટ્રીટમાં રાષ્ટ્રપતિના સુરક્ષા જવાનો.

રાયસીના હિલ્સ

રાયસીના હિલ્સ

રાયસીના હિલ્સ અને વિજય ચોક સ્થળ પર આયોજિત થનારો ‘બીટિંગ ધ રિટ્રીટ' કાર્યક્રમ ગણતંત્ર દિવસની સમાપ્તિ બાદ 29 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે.

બીટિંગ ધ રિટ્રીટ નિહાળતા દર્શકો

બીટિંગ ધ રિટ્રીટ નિહાળતા દર્શકો

નવી દિલ્હી ખાતે યોજાયેલા બીટિંગ ધ રિટ્રીટને નિહાળી રહેલા દર્શકો.

English summary
See here, what is Beating Retreat. It is a military ceremony dating back to 16th century England and was first used to recall nearby patrolling units to their castle.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.