For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે જમીન સંપાદન ખરડો, કયા મુદ્દાઓ પર ઉઠ્યા વિવાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા), શું વિપક્ષ દેશ ભક્ત હોય છે અને સરકાર દેશ દ્રોહી? જમીન સંપાદન ખરડાના કેટલાંક બિંદુઓ પર જે પ્રકારે વિવાદ છેડાયો છે, તેનાથી તો એવું જ લાગે છે. આ સવાલ પર અણ્ણા હઝારેથી લઇને તમામ વિપક્ષી નેતા અને દળો આંદોલન કરી રહ્યા છે.

પરંતુ સરકારે કેટલાંક સવાલોના જવાબ આપવા પડશે. સરકારના ખરડાના સેક્શન 10(એ)માં સંશોધન કર્યું છે. આનાથી સરકાર, કોઇ વ્યક્તિ અથવા કંપનીઓને જમીન સંપાદન કરતા પહેલા 80 ટકા લોકો પાસેથી લીલી ઝંડી મેળવવાની જરૂરીયાત નહીં રહે. તમામ વિરોધી દળો આ બિંદુ પર સરકાર સાથે બે-બે હાથ કરવાના મૂડમાં છે.

anna hazare
નાખુશ છે વિરોધી દળ
તમામ વિરોધીઓ આ બિંદુઓ પર સરકારથી બે-બે હાથ કરવાના મૂડમાં છે. જોકે જમીન સંપાદનનો મુદ્દો સરકાર માટે મોટી પરીક્ષા સાબિત થશે. સંપૂર્ણ વિપક્ષ જમીન સંપાદન ખરડાની વિરુદ્ધ છે.

સંસદના ચાલુ બજેટ સત્રમાં આ ખરડા પર જોરદાર હોબાળો થઇ રહ્યો છે. સરકાર માટે રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાના કારણે તેને પાસ કરાવવું પડી રહ્યું છે. જોકે હવે સરકાર નરમ પડતી દેખાઇ રહી છે. જમીન સંપાદન કાનૂન પર સમજૂતીના સંકેતો દેખાઇ રહ્યા છે. સરકાર વચ્ચેનો માર્ગ કાઢવાની શોધમાં છે. સરકારે જમીન સંપાદન વટહુકમમાં પરિવર્તનના સંકેત આપ્યા છે, અને સરકાર નરમ વલણ અપનાવી ખેડૂતોની સહમતિ વાળી પરિયોજનાઓ વિસ્તાર કરી શકે છે.

anna hazare
શું છે મુસદ્દો, અને ક્યાં થઇ રહ્યો છે વિવાદ
જાણકારો અનુસાર, જમીન સંપાદન અને પુનર્વાસ માટે વિધેયકનું જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેના પ્રાવધાનો અનુસાર વળતરની રાશિ શહેરી વિસ્તારમાં નિર્ધારિત બજાર મૂલ્યના બેગણાથી ઓછી ના હોવી જોઇએ. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ રાશિ બજાર મૂલ્યના છ ગણાથી ઓછી ના હોવી જોઇએ.

જમીન સંપાદન અને પુનર્વાસના મામલાને સરકાર આવા જમીન સંપાદન પર વિચાર નહી કરે જે ખાનગી પરિયોજનાઓ માટે ખાનગી કંપનીઓ કરવા માંગશે અથવા તો જેમાં સાર્વજનિક પરિયોજનાઓ માટે ફળદ્રુપ જમીન લેવી પડે.

anna hazare
જો કાયદો બને છે તો
જો આ ખરડો કાયદો બની જાય છે તો ફળદ્રુપ સિંચિત જમીનનું સંપાદન નહીં કરાઇ શકાય. જમીન સંપાદનમાં અરજન્સી પ્રાવધાનની ખૂબ જ ટીકા થઇ છે. આ હેઠળ સરકાર એ કહીને ખેડૂતોની જમીન સુનવણી વગર તુરંત લઇ લે છે કે પરિયોજના તત્કાલ શરૂ કરવી જરૂરી છે.

ડ્રાફ્ટમાં જમીનના માલિકો અને જમીન પર આશ્રિતો માટે એક વિસ્તૃત પુનર્વાસ પેકેજનો ઉલ્લેખ છે. તેમાં એ ભૂમિહીનોને પણ સામેલ કરવામાં આવ્યા છે જેમની રોજી-રોટી અધિગ્રહિત જમીનથી ચાલે છે. આની વચ્ચે અધિગ્રહણના કારણે જીવિકા ગુમાવનારને 12 મહીના માટે પરીવારદીઠ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે.

anna hazare
મહત્વપૂર્ણ છે કે અણ્ણા હઝારેના આંદોલનના મૂડમાં આવતા જ આખું વાતાવરણ ગરમાઇ ગયું છે. જોકે સરકાર જમીન સંપાદનના ખરડામાં સહમતી મેળવવામાં લાગી છે. તેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને સાથે લઇને ચાલવાની વાત કરી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણમાં પણ આવો ઉલ્લેખ આવ્યો હતો.

English summary
What is Land acquisition act? Why Narendra Modi Government is facing united opposition on this. Anna Hazare is also in a very belligerent mood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X