બ્લેક અને વ્હાઈટ બાદ દેશમાં Yellow Fungusનો હુમલો, જાણો કેટલો ખતરનાક

બ્લેક અને વ્હાઈટ બાદ દેશમાં Yellow Fungusનો હુમલો, જાણો કેટલો ખતરનાક

દેશમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે યેલો ફંગસે પણ દસ્તક આપી દીધી છે. યેલો ફંગસનો પહેલો મામલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામે આવ્યો છે. યેલો ફંગસ અત્યાર સુધી દર્દીઓમાં મળેલ વ્હાઈટ અને બ્લેક ફંગસથી વધુ ખતરનાક જણાવવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે ગાઝિયાબાદના જે દર્દીમાં યેલો ફંગસ મળી આવ્યો છે, તેની ઉંમર 34 વર્ષ છે અને તે કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે. આની સાથે જ તે ડાયાબિટીજથી પણ પીડિત છે.

yellow fungus

યેલો ફંગસ બ્લેક અને વ્હાઈટ ફંગસથી વધુ ખતરનાક છે અને ઘાતક બીમારીમાંથી એક છે. યેલો ફંગસ પહેલાં શરીરને અંદરથી કમજોર કરી દે છે. યેલો ફં્ગસથી પીડિત દર્દીને સુસ્તી લાગવી, ભૂખ ઓછી લાગવી અથવા તો બિલકુલ ભુખ ના લાગતી હોવાની ફરિયાદ રહે છે. જેમ જેમ ફંગસની અસર વધતી જાય છે દર્દીનું વજન તેજીથી ઘટવા લાગે છે અને તે બહુ ઘાતક થતી જાય છે. આ બીમારીમાં દર્દી આંખો પણ ગુમાવી શકે છે અને કેટલાક અંગ કામ કરતાં બંધ થઈ શકે છે.

જો કોઈ દર્દીને ઘણા સમયથી સુસ્તી લાગી રહી હોય, ઓછી ભુખ લાગી રહી હોય અથવા બિલકુલ પણ ભુખ ના લાગતી હોય તો તેની અવગણના ન કરવી અને તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. જેનો એકમાત્ર ઈલાજ amphoteracin b ઈંજેક્શન છે. જે એક બ્રોડ સ્પેક્ટ્રમ એંટીફંગલ છે.

દંગકીને કારણે તેજીથી ફેલાય છે યેલો ફંગસ

અત્યાર સુધીની જાણકારી મુજબ યેલો ફંગસ ગંદકીને કારણે ફેલાય છે. માટે તમારા ઘરની આસપાસ સાફ-સફાઈ રાખો. સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન રાખી આ બેક્ટેરિયા અથવા ફંગસને દૂર કરી શકાય છે. જૂના ખાદ્ય પદાર્થોને જલદીમાં જલદી હટાવાથી આ બીમારીને ખતરાથી બચી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X