For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સએપની મોટી કાર્યવાહી, ભારતના 20 લાખ એકાઉન્ટ બંધ કર્યા!

મેસેજિંગ એપ વોટ્સએપે ઓગસ્ટમાં ભારતમાં 20 લાખથી વધુ યુઝર્સના એકાઉન્ટ બંધ કરી દીધા છે. ભારતના IT નિયમો અને WhatsApp સેવાની શરતોનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મેસેજિંગ એપ વોટ્સએપે ઓગસ્ટમાં ભારતમાં 20 લાખથી વધુ યુઝર્સના એકાઉન્ટ બંધ કરી દીધા છે. ભારતના IT નિયમો અને WhatsApp સેવાની શરતોનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માહિતી મંગળવારે જાહેર થયેલા વોટ્સએપના માસિક કંપ્લાયંસ રિપોર્ટમાં સામે આવી છે.

WhatsApp

WhatsApp એ 16 જૂનથી 31 જુલાઈ સુધીમાં ભારતમાં 3 લાખ એકાઉન્ટ બંધ કર્યા હતા. આ કાર્યવાહી 594 ફરિયાદોના આધારે કરવામાં આવી. વિશ્વભરમાં દુરુપયોગના કેસને લઈને વોટ્સએપ દર મહિને સરેરાશ 8 મિલિયન એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકે છે.

પરવાનગી વગર ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજ મોકલવા માટે 20 લાખ 70 હજાર એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઓગસ્ટ દરમિયાન વોટ્સએપને 420 ફરિયાદો મળી હતી. આમાં એકાઉન્ટ સપોર્ટની 105 ફરિયાદો, પ્રતિબંધની 222, પ્રોડક્ટ સપોર્ટની 42, સિક્યોરિટીની 17 અને અન્ય સપોર્ટની 34 ફરિયાદો સામેલ છે.

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, યુઝર્સ સિક્યુરિટી રિપોર્ટમાં ફરિયાદોની જાણકારી આપવામાં આવી છે. પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવા વોટ્સએપ તેની કાર્યવાહી ચાલુ રાખશે. અમારું ધ્યાન પ્લેટફોર્મ પર સ્પામ અને અનિચ્છનીય સંદેશાઓને રોકવા પર છે.
WhatsApp એ તેના સપોર્ટ પેજમાં જણાવ્યું છે કે, તે ફરિયાદ ચેનલ દ્વારા યુઝર્સની ફરિયાદો નોંધે છે. પ્લેટફોર્મ પર હાનિકારક વર્તનને રોકવા માટે મેસેજિંગ એપ આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ અને સંસાધનોનો ઉપયોગ કરે છે.

ભારત સરકારે 26 મેના રોજ નવા આઈટી નિયમો લાગુ કર્યા હતા. આ નિયમો અનુસાર, 50 લાખથી વધુ યુઝર્સ ધરાવતા કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મે દર મહિને કંપ્લાયંસ રિપોર્ટ પ્રકાશિત કરવા જરૂરી છે. આ રિપોર્ટમાં મળેલી ફરિયાદો અને તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવી પડશે.

વોટ્સએપે ભાર મૂક્યો છે કે તે કોઈપણ યુઝર્સના મેસેજ વાંચતું નથી. તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ છે. અહીં વપરાશકર્તાની માહિતી સુરક્ષિત છે. પ્લેટફોર્મ ઓપરેશન માટે ઉપલબ્ધ બિન-એન્ક્રિપ્ટેડ માહિતી પર આધાર રાખે છે. આમાં યુઝર રિપોર્ટ, પ્રોફાઇલ ફોટો, ગ્રુપ ફોટો અને જૂથ ડિસ્ક્રીપ્શન શામેલ છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા ભારતમાં નવા આઈટી નિયમો લાગુ થતા વર્તમાન મોદી સરકાર અને વિવિઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે વિવાદ સર્જાયો હતો. કેટલાક પ્લેટફોર્મે નવા નિયમો લાગુ કરવાની આનાકાની કરતા સરકારે સખ્તાઈથી પગલા પણ ભરવાનું શરૂ કર્યું હતુ.

English summary
WhatsApp's big action, closed 20 lakh accounts in India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X