For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવું તો શું થયું 50 વર્ષ પહેલાં કે રાતોરાત આખા ગામની ઓળખ બદલાઈ ગઈ

એવું તો શું થયું 50 વર્ષ પહેલાં કે રાતોરાત આખા ગામની ઓળખ બદલાઈ ગઈ

|
Google Oneindia Gujarati News

16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના કબ્જા હેઠળના ગિલગિત-બાલ્ટિસ્તાનના કેટલાય પરિવાર રાતોરાત ભારતીય બની ગયા હતા. પરંતુ, આની સાથે જ તેમના જીવનમાં ક્યારેય ના બદલાતું એવું પરિવર્તન આવ્યું, જેનાથી તેઓ હવે કેમક કરીને જીવતાં શીખી રહ્યા છે. પોતાના સગા વ્હાલાઓથી દૂર થવાનું દુઃખ આજે પણ તેમના હ્રદયમાં જીવંત છે. આ એવી રાત હતી જેણે પતિને પાકિસ્તાની રહેવા દીધો, પરંતુ પત્ની ભારતીય બની ગઈ. પિતા ભારતીય બન્યો, પરંતુ દીકરો પાકિસ્તાનમાં રહી ગયો. એ રાતની યાદો આજે પણ 38 ગામના 9000 પરિવારોમાં જીવંત છે.

પાકિસ્તાનમાં ઊંઘ્યા, ભારતમાં જાગ્યા

પાકિસ્તાનમાં ઊંઘ્યા, ભારતમાં જાગ્યા

86 વર્ષીય વૃદ્ધ હાજી શમશેર અલી છેલ્લા 50 વર્ષમાં પણ આવેલ લદ્દાખમાં શ્યોક નદીના કાંઠે માત્ર અડધા કલાકનો રસ્તો પાર ના કરી શક્યા. સીમાને પેલે પાર પાકિસ્તાનના કબ્જા વાળા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં તેમના નાના ભાઈ હાજી અબ્દુલ કાદિરનું દર્દ પણ અલગ નથી. બંને દેશ વચ્ચે જમીનના એક નાનકડા ભાગ પર એક રાતે એવો બદલાવ થયો કે પરિવારના લોકો હંમેશા માટે એક-બીજાથી અલગ થઈ ગયા. ઘટના 16 ડિસેમ્બર 1971ની છે. ભારત એક નવા દેશનો જન્મ લેવા પર ખુશ હતું, પરંતુ લદ્દાખની નુબ્રા ઘાટીના તુર્તુક ગામના લોકોની નાગરિકતા રાતોરાત બદલાઈ ગઈ હતી. એ રાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા (LOC) આગળ સરકી ચૂકી હતી. અને તેની સાથે જ નુબ્રા વેલીના તુર્તુક સહિત ત્રણ ગામના 350 પરિવારોની કિસ્મત પણ બદલાઈ ગઈ હતી. 1947થી આ વિસ્તાર પાકિસ્તાનના બિનકાયદેસર કબ્જામાં હતો, જે હવે પાછો ભારતનો ભાગ બની ગયો હતો. પરંતુ આ ગામોના બાલ્ટી સમુદાયના પરિવારોના પણ આ બે દેશમાં ભાગલા થઈ ગયા હતા.

'આ બોર્ડર અમારા હ્રદયમાં એક રેખા બનીને રહી ગઈ'

'આ બોર્ડર અમારા હ્રદયમાં એક રેખા બનીને રહી ગઈ'

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સમાચાર પત્રમાં છપાયેલ એક અહેવાલ મુજબ શમશેર અલીના ટ્રાવેલ એજન્ટ બેટે ગુલામ હુસૈન ગુલ્લીનું કહેવુ્ં છે કે એ મોટાભાગના યુવા પુરુષો અભ્યાસ અથવા ધંધાના સિલસિલામાં સ્કાર્દૂ અથવા લાહોર જેવા શહેરોમાં રહેતા હતા. તેમણે કહ્યું કે, 'માત્ર નાની ઉંમરના લોકો અને વૃદ્ધો જ ગામમાં બચ્યા હતા.' આ કારણે જ જ્યારે યુદ્ધ પૂર્ણ થયું ત્યારે મહિલાઓ પોતાના પતિઓથી અલગ થઈ ચૂકી હતી, પિતાઓ દીકરાઓથી અલગ થઈ ગયા હતા અને ભાઈ- ભાઈઓથી અલગ થઈ ગયા હતા. એ દિવસોમાં અલીનો ભાઈ કાદિર પણ સ્કાર્દૂમાં કામ કરતો હતો. ગુલ્લીએ યાદ કર્યું કે, 'શરૂમાં તો તે જીવતો છે કે નહીં તે અમને ખબર નહોતી. એમની પત્ની એટલે કે મારી કાકી' અહીં અમારી સાથે હતાં. કાકાના ઈંતેજારમાં અમે લાંબો સમય વિતાવ્યો.' ત્યારે એક દિવસે સ્કાર્દૂ રેડિયો પર કાદિર નામ ઘોષિત થયું અને પરિવાર વાળા રેડિયોને છાતીએ લગાવીને ઉછળી પડ્યાં. ગુલ્લી કહે છે, 'આ રેડિયો અમારા હ્રદયમાં એક રેખા બનીને રહી ગયો.'

42 વર્ષ બાદ બે ભાઈઓની મુલાકાત થઈ

42 વર્ષ બાદ બે ભાઈઓની મુલાકાત થઈ

બાદમાં પત્રોનું આદાન- પ્રદાન શરૂ થયું, પરંતુ તે પણ સહેલું નહોતું. વીજા મેળવવા તો એનાથી પણ વધુ મુશ્કેલ હતા. પત્રો આવતા હતા, પરંતુ ક્યારેક ક્યારેક એટલા વિલંબથી મળતા હતા કે પરિવારમાં કોઈના જન્મ અથવા નિધનના સમાચાર મળવામાં પણ વર્ષો નીકળી જતાં હતાં. અલી અને કાદિર બંને ભાઈઓની મુલાકાત આખરે 1989માં બંને મક્કા ગયા ત્યાં થઈ હતી. અલી આજે પણ એ ક્ષણને યાદ કરી ભાવુક થઈ જાય છે કે ક્યાંક આ મુલાકાત તેમની અંતિમ મુલાકાત બનીને જ ના રહી જાય. 49 વર્ષના ફાઝિલ અબ્બાસ વધુ ભાગ્યશાળી રહ્યા. તેમના ભાઈ મોહમ્મદ બશીર જેઓ તે સમયે પાકિસ્તાનમાં ભણતા હતા, તેમને વીજા મળ્યા અને 2013માં તેઓ ફાઝિલના પરિવારને મળવા માટે આવી ગયા. અબ્બાસ કહે છે, 'મારા અબ્બા તેને યાદ કરતાં કરતાં ચાલ્યા ગયા.' પરંતુ મારાં મા સૌથી મોટા દીકરાને મળવામાં સફળ થયાં અને હું 42 વર્ષ બાદ મારા ભાઈને મળ્યો' ફાઝિલ પોલીસમાં છે અને દ્રાસમાં તહેનાત છે. બે મહિના બાદ બશીરને પોતાના દેશ ફરવું પડ્યું.

ટેક્નોલોજીને કારણે નજદીકી વધી

ટેક્નોલોજીને કારણે નજદીકી વધી

મોટાભાગના લોકોએ હવે હાલાતને કબૂલ કરી લીધા છે. વીજળી વિભાગના રિટાયર્ડ અધિકારી સનઉલ્લાના ભાઈ પાકિસ્તાનમાં ફસાઈ ગયા હતા અને તેમણે તુર્તુકમાં રહી ગયેલી પોતાની પત્ની સાથે મુલાકાત માટે 12 વર્ષ લાંબો ઈંતેજાર કરવો પડ્યો. સનઉલ્લા કહે છે, 'અમે વિચાર્યું કે ક્યારેક મુલાકાત થશે... પરંતુ મારો ભાઈ હાર માની ગયો અને તલાકની ચિઠ્ઠી મોકલી દીધી. તમે ખોટી ઉમ્મીદોને ભરોસે આખરે કેટલા દિવસ સુધી જીવી શકો છો.' જો કે હાલના વર્ષોમાં ટેક્નોલોજીએ સગાઓની વચ્ચેની દૂરીઓ દૂર કરવાનું કામ જરૂર કર્યું છે. અબ્બાસ કહે છે, 'હવે અમે ફોન પર ચેટ કરી શકીએ છીએ, જો કે નેટવર્કની સમસ્યા છે, પરંતુ ઓછામા ઓછા એકબીજાના જીવનથી દૂર તો નથી થઈ ગયા.'

કોણ છે બાલ્ટી સમુદાય?

કોણ છે બાલ્ટી સમુદાય?

બાલ્ટી મૂળ રૂપે શિયા મુસલમાન છે. સંગીત અને શાયરીએ પણ આ સમુદાયને પાકિસ્તાનના બિનકાયદેસરના કબ્જા વાળા ગિલગિટ- બાલ્ટિસ્તાનથી લઈ ભારતના લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાખંડ વચ્ચે એક સૂત્રમાં જોડી રાખ્યા છે. બાલ્ટી સમુદાય અને સંસ્કૃતિના વિદ્વાન અને વિભાજિત પરિવાર સમન્વય સમિતિના સભ્ય સાદિક હરદાસ્સી કહે છે, 'બંને દેશો વચ્ચેની દુશ્મનીમાં સમુદાયને ભૂલાવી દેવામાં આવ્યો છે.' જો કે, 2010માં તુતુર્કને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યો હતો અને 100 કમી દૂર તેના સૌથી નજીકના કસ્બા ડિસ્કિટથી તેને દરેક મોસમમાં ઉપયોગ લાયક એક સંપર્ક રસ્તો પણ હાજર છે. ગરમીઓના દિવસોમાં હવે દરરોજ 100થી વધુ પ્રવાસીઓ તુર્તુક પહોંચે છે.

English summary
When 350 families became indian overnight, read their heart touching stories
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X