
National Mango Day: આ રહી તમારા મનગમતા ફળ કેરી વિશેની તમામ વાતો
ભારતમાં કેરી વિના ઉનાળાની કલ્પના શક્ય નથી. ઉનાળો આવતા જ કેરી ખાવાની ઈચ્છા થવા લાગે છે. ઉનાળામાં આપણા આહારમાં કેરી સૌથી મહત્વની અને પસંદની વસ્તુ છે. મેંગો શેક, કેક, આઈસ્ક્રીમ, કચુંબર, ચટણી કે અથાણું હોય, ઉનાળામાં બધી જ વસ્તુઓ મનમુકીને ખાવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં કેરી આપણા પ્રિય ફળોની યાદીમાં ટોચ પર રહે છે. મહત્વની વાત એ છે કે કેરીના ચાહકો માટે ખાસ દિવસે ઉજવણી પણ કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય કેરી દિવસ છે. દર વર્ષે 22 જુલાઇએ દેશમાં કેરી દિવસ મનાવવામાં આવે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ Mangifera Indica છે. અમે તમને કેરી વિશે એવી વાતો જણાવીશું જે ભાગ્યે જ તમે જાણતા હશો.
Recommended Video

રાષ્ટ્રીય કેરી દિવસ ક્યારથી ઉજવાય છે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી નથી. કેરીનો લાંબો ઇતિહાસ છે. માનવામાં આવે છે કે કેરીની ઉત્પત્તિ ભારત, બર્મા (હાલના મ્યાનમાર) અને આંદામાન આઇલેન્ડ્સમાં થઈ હતી. લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં પ્રથમ વખત આંબા ઉગાડવામાં આવ્યા. ભારતીય લોકવાયકા અને ધાર્મિક સંસ્કારમાં તેનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવે છે કે આખો કેરીનો બગીચો ભગવાન બુદ્ધને ભેટ કરાયો હતો.
મેંગો શબ્દ અંગ્રેજી અને સ્પેનિશ ભાષી દેશોમાં જાણીતો છે. આ શબ્દ ત્રણ ભાષાઓમાંથી આવ્યો છે. પોર્ટુગીઝ શબ્દ મંગા, મલય શબ્દ 'મંગા' અને તમિલ શબ્દ 'મંગકે' પરથી આવ્યો છે. જો કે, તેમાંથી મોટા ભાગનો મલય મંગળ શબ્દ મંગા પરથી લેવામાં આવ્યો છે, જેનો ઉપયોગ પોર્ટુગીઝોએ મસાલાના વેપાર માટે 1498 માં કેરળ પહોંચ્યા બાદ કર્યો હતો.
ત્રણ દેશ ભારત, પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય વૃક્ષ આંબો અને ફળ કેરી છે. જ્યારે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય વૃક્ષ આંબો છે. કેરીમાં 20 જેટલા વિટામિન અને ખનિજ હોય છે, તેથી તમે તેને સુપરફૂડ પણ કહી શકો છો. 3 થી 4 કેરીમાં જ 70 ટકા કેલરી હોય છે. જો તમે દરરોજ 3-4 કેરી ખાઓ છો, તો તમારા શરીરને 50 ટકા વિટામિન સી, 8% વિટામિન એ અને બી મળશે. આંબાનું વાવેતર કર્યા પછી, તેનું પ્રથમ ફળ લગભગ 4 વર્ષ પછી આવે છે. આંબો 300 વર્ષ સુધી ફળ આપી શકે છે. આંબાના વિવિધ તબીબી લાભ પણ છે. ઘણા રોગો માટે આંબાના વિવિધ ભાગોનો ઉપયોગ કરી શકાય છે.