For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં સામે આવ્યો વ્હાઈટ ફંગસનો પહેલો કેસ, કોરોના દર્દીના આંતરડામાં મળ્યા અનેક છિદ્રો

રાજધાની દિલ્લીમાં હવે વ્હાઈટ ફંગસ(કેંડિડા)ના કારણે આંતરડામાં છેદનો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં હવે વ્હાઈટ ફંગસ(કેંડિડા)ના કારણે આંતરડામાં છેદનો કેસ સામે આવ્યો છે. સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કોવિડ દર્દીમાં વ્હાઈટ ફંગસ જોવા મળ્યુ છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેંડિડાના કારણે દર્દીના આખા આંતરડામાં અનેક છેદ થઈ ગયા છે. મહિલા દર્દી થોડા દિવસ પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી, ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્તન કેન્સર માટે તેમનુ માસ્ટક્ટોમી થયુ હતુ અને ચાર સપ્તાહ પહેલા સુધી તેમની કિમોથેરેપી થઈ હતી.

corona

49 વર્ષીય મહિલાને ગંભીર પેટનો દુઃખાવો, ઉલટી અને કબજિયાતની ફરિયાદ સાથે 13 મેએ સર ગંગારામ હોસ્પિટલ(એસજીઆએચ)માં ભરતી કરવામાં આવી હતી. ઈન્સ્ટીટ્યુટ ઑફ ગેસ્ટ્રોએંટ્રોલૉજી એન્ડ પેનક્રિએટિકોબિલેરી સાયન્સના ચેરમેન ડૉ.અનિલ અરોરાએ આ કેસની માહિતી આપીને કહ્યુ કે અમારી માહિતીમાં કોરોના વાયરસ સંક્રમણમાં વ્હાઈટ ફંગસના કારણે કોઈ પણ દર્દીમાં આજથી પહેલા ભોજનની નળી, નાના આંતરડા, મોટા આંતરડામાં ઘણા છેદ હોવાના કેસ ક્યારેય સામે નથી આવ્યા.

હોસ્પિટલના એક નિવેદનમાંકહેવામાં આવ્યુ, 'પેટના સીટી સ્કેનથી પેટમાં પાણી અને હવા વિશે જાણવા મળ્યુ જે આંતરડાના છેદનો સંકેત આપે છે.' ડૉક્ટરોએ તરત પેટની અંદર એક ટ્યુબ લગાવી અને લગભગ એક લિટર પિત્તના ડાઘવાળા પસને બહાર કાઢ્યો. સર્જિકલ ગેસ્ટ્રોલૉજી અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગનના ડૉ. સમીરન નંદીના નેતૃત્વમાં સર્જનોની એક ટીમે આગલા દિવસે દર્દીની ઈમરજન્સી સર્જરી કરી. ડૉ. નંદીએ કહ્યુ કે સર્જરીથી અન્નનળીના નીચલા છેડામાં છિદ્રની ખબર પડી. નાના આંતરડાનો એક ભાગ ગેંગરીન વિકસિત કરી ચૂક્યો હતો અને બંધ થઈ ગયો હતો. હાલમાં મહિલના દર્દીને એંટી ફંગલ દવાઓ આપવામાં આવી અને હવે તેની સ્થિતિ સારી છે.

English summary
White fungus first case in Delhi, many holes found in corona patient intestine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X