નકલી કોવિશીલ્ડ વેક્સીનને લઈને WHO એ જાહેર કર્યુ એલર્ટ, ભારતને સાવચેતી વધારવાની કરી અપીલ
નવી દિલ્લીઃ આખી દુનિયા હાલમાં કોરોના મહામારી સામે લડી રહી છે. જો કે કોરોનાની વેક્સીન આવી જવાથી લોકોને આની સામે લડાઈમાં જરૂર રાહત મળી છે પરંતુ હવે નકલી કોરોના વેક્સીન એક નવી સમસ્યા બની ગઈ છે. ભારતમાં લોકોને કોવિશીલ્ડ વેક્સીન નકલી લગાવવાના સમાચાર પણ સામે આવ્યા છે. ઑક્સફૉર્ડ-એસ્ટ્રાજેનેકા અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા મળીને બનાવવામાં આવેલી આ વેક્સીન નકલી હોવાના સમાચાર સામે આવ્યા બાદ ચિંતા વધી ગઈ છે. કેન્દ્ર સરકાર લોકોને સાચી વેક્સીન આપવાની તમામ કોશિશો કરી રહી છે તેમછતાં તેની નકલી વેક્સીનની સપ્લાઈ ચિંતાનો વિષય બની ગઈ છે. આ જ કારણ છે કે વિશ્વ આરોગ્ય સંગઠને ભારત અને યુગાન્ડામાં નકલી કોવિશીલ્ડ વેક્સીનના ડોઝ માટે એલર્ટ જાહેર કર્યુ છે.
મંગળવારે વિશ્વ આરોગ્ય સંગઠને સાઉથ ઈસ્ટ એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશીલ્ડ વેક્સીનને લઈને હેલ્થ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે નકલી વેક્સીનનો રિપોર્ટ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સામે આવ્યો છે. ખુદ એસઆઈઆઈએ પણ આ અંગે પુષ્ટ કરી છે કે અમુક વેક્સીનની વાઈલ નકલી છે. આ સાથે જ ડબ્લ્યુએચઓએ ભારતને અપીલ કરી છે કે તે હોસ્પિટલ, ક્લીનિક, હેલ્થ સેન્ટર, વિક્રેતા, ડિસ્ટ્રીબ્યુટર, મેડિકલ સ્ટોર અને અન્ય મેડિકલ સપ્લાયરને ત્યાં સાવચેતી વધારે. સાથે જ સપ્લાય ચેનમાં પણ સાવચેતી વધારવા માટે કહ્યુ છે જેનાથી નકલી વેક્સીનના વિતરણને રોકી શકાય.
તમને જણાવી દઈએ કે ભારતમાં કોવિશીલ્ડ 2એમએલની ઓળખ એસઆઈઆઈ તરફથી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ કે અમે 2 એમએલ ડોઝ તૈયાર નથી કરતા. યુગાન્ડામાં કોવિશીલ્ડની બેચ 4121Z040
મોકલવામાં આવી જેની એક્સપાયરી 10 ઓગસ્ટે જણાવવામાં આવી છે પરંતુ સીરમ ઈન્સ્ટીટ્યુટે વિશ્વ આરોગ્ય સંગઠનને માહિતી આપી છે કે આનુ ઉત્પાદન અમે નથી કર્યુ અને આ નકલી વેક્સીન છે.