For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાભરમાં દેખાઈ કોવિડ વેક્સીનની અસર, 1 વર્ષ સુધી મળે છે સુરક્ષાઃ WHO ચીફ વૈજ્ઞાનિક

હાલમાં જ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વેક્સીનથી સુરક્ષા અંગે મોટુ નિવેદન આપ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસ સામે લડાઈ ચાલુ છે. આ ક્રમમાં યુદ્ધના ધોરણે લોકોનુ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. હાલમાં જ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને વેક્સીનથી સુરક્ષા અંગે મોટુ નિવેદન આપ્યુ. સોમવારે સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે વૈશ્વિક સ્તરે લગાવવામાં આવી રહેલી કોરોના વેક્સીનના બંને ડોઝ એક કે તેનાથી વધુ સુરક્ષા આપી શકે છે. જો કે મહામારી સામે દુનિયાભરમાં રસીની અસર જોવા મળી છે.

who

ન્યૂઝ18ના રિપોર્ટ મુજબ ડૉ. સ્વામીનાથને કહ્યુ કે કોવિડ વેક્સીનના કારણે સંક્રમણ અને તેનાથી થતા મોત વચ્ચે સંબંધ તૂટ્યો છે. સ્વામીનાથને આગળ કહ્યુ, 'પશ્ચિમી યુરોપના ઘણા દેશોમાં સંક્રમણમાં વૃદ્ધિ જોવામાં આવી રહી છે, અમુક ગંભીર કેસોનના કારણે હોસ્પિટલમાં ભરતી થનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે... પરંતુ મોતમાં ઉલ્લેખનીય વધારો થયો નથી. દુનિયાભરમાં ઓછી ઈમ્યુનિટીવાળા લોકોનામોટાપાયે વેક્સીનેશનથી સંક્રમણ અને મોત વચ્ચે એક બંધન તોડવામાં સફળતા મળી છે.'

ડબ્લ્યુએચઓના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને એ પણ કહ્યુ કે મોટાભાગના વયસ્કોમાં કોવિડ વેક્સીનની અસર એક વર્ષ કે તેનાથી વધુની અપેક્ષા છે. જો કે નવા પુરાવા સામે આવી રહ્યા છે તેનાથી લાગે છે કે કોરોના સામે વેક્સીન લાંબા સમય સુધી સુરક્ષા આપી શકશે, ભલે લોહીમાં એંટીબૉડીનુ સ્તર ઘટવા લાગ્યા. જો કે મોટાભાગના સ્વસ્થ વયસ્કો માટે તેમણે કહ્યુ કે જો કે હજુ રસપ્રદ કૉન્સેપ્ટ છે પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે ડેટા હોવાની જરૂર છે. બૂસ્ટર ડોઝને લઈને તેમણે કહ્યુ કે એ જોવાની જરુર છે કે શું હજુ પણ બૂસ્ટર ડોઝની જરુર છે કે નહિ?

English summary
WHO Chief Scientist Dr. Soumya Swaminathan said Effect of Coronavirus vaccine shown worldwide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X