For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની ત્રીજી લહેરથી કેવી રીતે બચી શકે છે ભારત? WHOના ટૉપ વૈજ્ઞાનિકે જણાવ્યુ

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ.સૌમ્યા સ્વામીનાથને જણાવ્યુ કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી ભારત કેવી રીતે બચી શકશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ છે કે સંભવિત ત્રીજી લહેરની સીમાને ઘટાડવા માટે મુખ્ય કોવિડ-19 સંકેતકોનુ બારીકાઈથી નિરીક્ષણ કરવુ જોઈએ. સ્વામીનાથને કહ્યુ કે ભારતે હવે જીનોમિક સહિત નિરીક્ષણ વધારવુ જોઈએ, રિસર્ચ અને ડેટાનુ વિશ્લેષણ કરવુ જોઈએ. આ સાથે અમુક મુખ્ય સાર્વજનિક આરોગ્ય સંકેતકો પર પણ આરોગ્ય એજન્સીઓએ નજર રાખવી જોઈએ. ધ પ્રિન્ટ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે, 'જિલ્લા સ્તરે ઉપલબ્ધ આંકડા જેવા કે પરીક્ષણ દર, પરીક્ષણની સકારાત્મકતા દર સાથે અન્ય પ્રકારની નિરીક્ષણ ગતિવિધિઓ જેવી કે ગંભીર તીવ્ર શ્વાસનુ સંક્રમણ(એસએઆરઆઈ) નિરીક્ષણ અને ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીઓ પર નજર રાખવી પડશે.'

saumya swaminathan

ડૉ.સ્વામીનાથન ભારતની મોટી અનુસંધાન સંસ્થા ICMRના પૂર્વ મહાનિર્દેશક રહી ચૂક્યા છે અને વર્તમાનમાં ડબ્લ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર પહેલી અને બીજી લહેર દરમિયાન ઉપલબ્ધ આંકડાઓનો જીનોમિક સર્વિલાંસ, રિસર્ચ અને વિશ્લેષણ અને સીરો સર્વે ડેટા પણ મહત્વપૂર્ણ રહેશે. તેમણે આગળ કહ્યુ કે દેશની અંદર હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાના દર પર નજર રાખવી પડશે. સ્વામીનાથને એ તરફ પણ ધ્યાન દોર્યુ કે જે શહેરોમાં ગયા વર્ષે સીરો પ્રસારનો ઉચ્ચ દર હતો તેમાં આ વર્ષે પણ વૃદ્ધિ જોવા મળી. સાથે જ તેમણે જીનોમિક નિરીક્ષણ તરફ પણ ઈશારો કર્યો કારણકે આનાથી વેરિઅંટના મહત્વને ઓળખી શકાય છે.

સંક્રમણના કેસોને ઘટાડવા જરૂરીઃ સ્વામીનાથન

ડૉ. સ્વામીનાથને કહ્યુ કે ભારત માટે સૌથી જરૂરી છે કે સંક્રમણના કેસો ઓછામાં ઓછા રાખવામાં આવે. તેમણે કહ્યુ કે વધુ દેશ જે સંક્રમણને ઓછુ રાખવામાં સફળ થયા છે ત્યાં અધિકારીઓએ ક્લસ્ટરની ઓળખ કરી છે અને તેની સાથે સંપર્કમાં આવનાર બધાનુ પરીક્ષણ કર્યુ છે. ડૉ. સ્વામીનાથને ચીન અને દક્ષિણ કોરિયાનુ ઉદાહરણ આપીને કહ્યુ, 'જ્યારે તેમની પાસે આવા કેસ હોય છે, તો અધિકારી એ સુનિશ્ચિત કરવા માટે સેંકડો અને હજારો લોકોનુ પરીક્ષણ કરે છે કે તે ક્લસ્ટરમાં એ દરેક વ્યક્તિને પસંદ કરી રહ્યા છે અને પછી જરૂરી સ્વાસ્થ્ય ઉપાયોનુ પાલન કરી રહ્યા છે. આ રીતે તમે સંક્રમણને નીચલા સ્તરે જાળવી રાખો છો.' તેમણે ચેતવણી આપી કે જો સરકાર હજુ પણ નીચલા સ્તરે સંચરણની તપાસ કરવામાં નિષ્ફળ રહે તો આ શ્રૃંખલાને તોડવા માટે લૉકડાઉન જ એકમાત્ર વિકલ્પ રહી જાય છે.

English summary
WHO chief scientist says how can India avoid third covid wave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X