For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHO પ્રમુખે ચેતવ્યા,કહ્યુ - ઓમિક્રૉન બાદ આવશે નવો વેરિઅંટ, હજુ ખતમ નથી થઈ રહ્યો કોરોના

કોરોનાના વધતા કેસો વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ચેતવણી આપીને મંગળવારે કહ્યુ કે કોવિ઼-19 મહામારી હજુ ખતમ નથી થઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના વધતા કેસો વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ચેતવણી આપીને મંગળવારે કહ્યુ કે કોવિ઼-19 મહામારી હજુ ખતમ નથી થઈ. સાથે જ તેમણે ઓમિક્રૉન વેરિઅંટના હળવા હોવાનો દાવા માટે પણ લોકોને ચેતવ્યા છે. સાથે જ તેમણે અમુકદેશોમાં ઓછા રસીકરણના દરો પર ચિંતા વ્યક્ત કરી છે. ટેડ્રોસે કહ્યુ કે દુનિયાભરમાં ઓમિક્રૉન વેરિઅંટના કેસ સતત વધી રહ્યા છે. આનાથી નવો વેરિઅંટ પણ આવી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે આ સારી વાત છે કે અમુક દેશોમાં કોરોના કેસો સંભવતઃ ચરમ પર પહોંચી ગયા છે આનાથી એ આશા જાગે છે કે વર્તમાન સમયમાં સૌથી ખરાબ સમય ખતમ થઈ ગયો છે.

who

નવેમ્બરમાં પહેલી વાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યા બાદ કોરોના વાયરસના ઓમિક્રૉનના વેરિઅંટ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ નવો વેરઅંટ ગયા વેરિઅંટના મુકાબલે ઘણો વધુ સંક્રમક છે પરંતુ એવુ લાગે છે કે આ ઓમિક્રૉન ઓછો ગંભીર છે. પરંતુ આને હળવો ગણાવવો ભ્રામક છે. આનાથી મહામારીનો સામનો કરવાની તૈયારીને ઝટકો લાગી શકે છે અને ઘણા લોકોના જીવ જઈ શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફે કહ્યુ કે કોઈ ભૂલ ના કરે, ઑમિક્રૉનના કારણે હૉસ્પિટલોમાં ભરતી થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યુ કે દુનિયામાં ઘણા દેશોમાંથી આવતા સપ્તાહે આરોગ્યકર્મીઓ માટે ખૂબ જટિલ થવા જઈ રહ્યા છે. ટેડ્રોસે કહ્યુ કે હું બધાનુ આહ્વાન કરુ છુ કે સંક્રમણના જોખમને ખતમ કરવા માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરો. આનાથી આરોગ્ય સિસ્ટમ પર દબાણ ઓછુ થશે.

તમને જણાવી દઈએ કે આનાથી પૂર્વ અમેરિકાના મહામારી સંક્રમક રોગ વિશેષજ્ઞ એંથની ફાઉચીએ પણ કહ્યુ હતુ કે આમ કરવુ ખૂબ ઉતાવળ ગણાશે કે ઓમિક્રૉનથી કોવિડ મહામારીનો અંત થઈ જશે કારણકે વેક્સીનને હરાવવાની ક્ષમતા રાખનાર આ પ્રકારના અન્ય વેરિઅંટ પણ સામે આવી શકે છે.

English summary
Who chief warn covid 19 panademic nowhere near over new omicron is not mild
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X