For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે મનસુખ માંડવિયા, જેમને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી મળી

જાણો કોણ છે મનસુખ માંડવિયા, જેમને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી મળી

|
Google Oneindia Gujarati News

મનસુખ માંડવિયા દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી હશે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનના રાજીનામા બાદ મનસુખ માંડવિયાને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

mansukh mandaviya

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા કેબિનેટ વિસ્તરણમાં ભારે ઉલટફેર થયો છે. વિસ્તરણ પહેલાં 13 મંત્રીઓએ પોતપોતાના પદો પરથી રાજીનામાં આપી દીધું. રાજીનામું આપનારાઓમાં સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન પણ સામેલ હતા. કોરોનકાળમાં મોદી સરકારના મેનેજમેન્ટ પર કેટલાય પ્રકારના સવાલો ઉઠ્યા હતા અને સ્વાસ્થ્ય મંત્રાલય સૌકોઈના નિશાના પર હતું. એવામાં ડૉક્ટર હર્ષવર્ધનની કેન્દ્રીય કેબિનેટથી છૂટ્ટી કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે સાંજે 43 મંત્રીઓએ શપથ લીધા. શપથ ગ્રહણની થોડી કલાકો બાદ જ નિયુક્ત મંત્રીઓના વિભાગની વહેંચણી કરી દેવામાં આવી. મનસુખ માંડવિયાને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

મનસુખ માંડવિયાનું પ્રમોશન થયું

મનસુખ માંડવિયાને પ્રમોશન મળ્યું છે. કેબિનેટ મંત્રી બનતાં પહેલાં તેઓ મોદી સરકારમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય માટે રાજ્યમંત્રી હતા અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી હતા. હવે તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બની ગયા છે.

મનસુખ માંડવિયાનો જન્મ ગુજરાતના પાલિતાણા જિલ્લાના હનોલ નામના એક ગામમાં એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ભાવનગર વિશ્વવિદ્યાલયથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. તેઓ પોતાની યુવાવસ્થાથી જ રાજનીતિમાં સક્રિય થઈ ગયા અને હવે એબીવીપીના સભ્ય બની ગયા હતા. મનસુખ માંડવિયાની કેબિનેટમાં એન્ટ્રી કરી મોદી સરકારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાટીદારોને પોતાના તરફ રાખવા પ્રયત્ન કર્યો છે.

English summary
Who is mansukh mandaviya new health minister of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X