For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરતારપુર કૉરિડોર મામલે સિદ્ધુની કોઈ ભૂમિકા નથીઃ સુખબીર સિંહ બાદલ

કરતારપુર કૉરિડોર વિકસિત કરવાના સરકારના એલાન પર અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કહ્યુ કે સિદ્ધુ કોણ છે? સિદ્ધુની આમાં કોઈ ભૂમિકા નથી.

|
Google Oneindia Gujarati News

કેબિનેટ મીટિંગમાં કરતારપુર કૉરિડોર અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુરુ નાનક જયંતિના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે કરતારપુર કૉરિડોર અંગે મંજૂરી આપી દીધી છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદથી જ કરતારપુર સાહિબ કૉરિડોરની ચર્ચાઓ જોરો પર હતી. ત્યારબાદ આજે સરકારે આ મુદ્દે મહત્વનો નિર્ણય લીધો. હવે કરતારપુર કૉરિડોર પર રાજકારણ શરૂ થઈ ગયુ છે. જ્યાં અકાલી દળ આને પોતાની જીત માની રહ્યુ છે ત્યાં લોકો આને નવજોત સિંહ સિદ્ધુની ઉપલબ્ધિ દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પરઆ પણ વાંચોઃ ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પર

badal

કરતારપુર કૉરિડોર વિકસિત કરવાના સરકારના એલાન પર અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ બોલ્યા, 'શીખ સમાજ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. પીએમ મોદી અને કેબિનેટનો આના માટે આભાર. આનો વિકાસ પ્રત્યેક શીખની ઈચ્છા હતી.' કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનને કરતારપુર કૉરિડોર બનાવવા માટે કહ્યુ કે સિદ્ધુ કોણ છે? સિદ્ધુની આમાં કોઈ ભૂમિકા નથી.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડ

તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ થોડા દિવસો પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ સિદ્ધુએ કહ્યુ હતુ કે પાકિસ્તાનના સેનાધ્યક્ષે તેમને જણાવ્યુ કે ગુરુ નાનકદેવના 550માં પ્રકાશોત્સવ પર પાક શ્રી કરતારપુર સાહિબ માર્ગ ખોલવા પર વિચાર કરી રહ્યા છે. જો કે પાકિસ્તાન 2001થી કહેતુ આવ્યુ છે કે જો ભારત પણ ઈચ્છે તો તે આ કૉરિડોરને ખોલી શકે છે.

English summary
Who is Sidhu? Sidhu doesn't have any role in it: Sukhbir Singh Badal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X